સિંહોની સારવાર માટે અમેરિકાથી આવેલા વેક્સિન પહોંચી રાજકોટ, હવે પહોંચશે જૂનાગઢ

23 સિંહના મોત બાદ ફેલાયેલા વાયરસને નાથવા માટે ખાસ અમેરિકાથી રસી મંગાવવામાં આવી છે.  
 

 સિંહોની સારવાર માટે અમેરિકાથી આવેલા વેક્સિન પહોંચી રાજકોટ, હવે પહોંચશે જૂનાગઢ

રાજકોટઃ જૂનાગઢમાં જામવાળા એનિમલ કેર સેન્ટરમાં બિમાર સિંહની સારવાર ચાલી રહી છે ત્યારે અમેરિકાથી સિંહોની સારવાર માટે વેક્સિન મંગાવવામાં આવી જેને મુંબઇથી રાજકોટ લાવવામાં આવી છે. રાજકોટથી વેક્સિનને જૂનાગઢ અને ત્યાર બાદ જામવાળા એનિમલ કેર સેન્ટર લઇ જવામાં આવશે. સિંહને વેક્સિન આપવા માટે નિષ્ણાંત દ્વારા સૂચન પણ આપવામાં આવ્યું. અમેરિકાથી લાવવામાં આવેલા વેક્સિનને આપવા માટે શક્કરબાગ ઝૂના ડિરેક્ટર પણ આવી પહોંચ્યા હતા. અમેરિકાથી 300 વેક્સિન સિંહો માટે મંગાવવામાં આવી છે. જેને માઇનસ 16 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવામાં આવી છે.

શું છે સીડીવી વાઈરસ
સીડીસી એટલે કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ. આ જીવલેણ વાયરસ કૂતરા અને મવેશીઓમાંથી જંગલી પ્રાણીઓમાં ફેલાય છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે, 1994માં તાન્ઝાનિયાના સેરેંગેટી રિઝર્વમાં આ વાયરસના શિકારથી 100 સિંહોના મોત થયા હતા. જેને પગલે આખી દુનિયા હચમચી ગઈ હતી. સિંહ કે વાઘ જંગલમાં કૂતરાનો શિકાર કરે તો તેઓ આ વાયરસના સંક્રમણમાં આવે છે. કૂતરા દીપડાનો આહાર છે અને દીપડા અને સિંહ-વાઘ શિકારમાં આમનેસામને થાય તો સિંહ-વાઘ દીપડાને મારે છે. આવામાં તે સંક્રમણ થઈ જાય છે. તેની સારવાર પણ બહુ જ મુશ્કેલ છે. કેમ કે તે સીધા જ નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. ગીરમાં મરનારા 23માંથી 6 સિંહોના મોત પ્રોટઓજા ઈન્ફેક્શનથી થયા હોવાનું પણ કહેવાય છે. આ એ જ ઈન્ફેક્શન છે, જે કૂતરાઓના શરીરમાં મળતા કીડાઓમાંથી જંગલી પ્રાણીઓમાં ફેલાય છે. પહેલા આ વાયરસની કોઈ સારવાર ન હતી, પણ બાદમાં તેની વેક્સીન શોધાઈ હતી. 

કેવી રીતે અસર કરે છે આ વાયરસ
આ બીમારીથી ગ્રસ્ત પ્રાણીઓનું બચવુ બહુ જ મુશ્કેલ હોય છે. કેનાઈન ફેમિલીમાં સામેલ રકૂન, શિયાળમાં પણ આ બીમારીના લક્ષણો જોવા મળે છે. શરૂઆતમાં આ વાયરસ કૂતરાના ટોન્સલ, લિંફ પર હુમલો કરે છે. બીમારીના લક્ષણ આ વાયરસથી ગ્રસિત હોવાના અંદાજે એક સપ્તાહમાં સામે આવવા લાગે છે. જેના બાદ આ બીમારી કૂતરાની શ્વાસ નળી, કિડની અને લિવર પર હુમલો બોલાવે છે. થોડા દિવસો બાદ વાયરસ મગજ તંત્રિકાઓ સુધી પહોંચી જાય છે અને કૂતરાનું મોત થઈ જાય છે. કૂતરાને હાઈ ફીવર, લાલ આંખ, નાક તથા કાન પાસેથી પાણી વહેવુ એ આ બીમારીના મુખ્ય લક્ષણ છે. આ ઉપરાંત તેને કફ, ઉલટી અને ડાયેરિયા પણ થઈ શકે છે. આ બીમારીને કારણે કૂતરાઓ સુસ્ત અને ઢીલા થઈ જાય છે. આ બીમારી ખરાબ વેક્સીનથી પણ ફેલાઈ શકે છે. જોકે, આવા કિસ્સા બહુ જ રેર હોય છે. બેક્ટેરીયા ઈન્ફેક્શનથી આ બીમારી ફેલાવાનો ખતરો રહે છે. આ વાયરસ બાયોમેડિકલ ટેસ્ટ અને કૂતરાના યુરિન ટેસ્ટથી ચકાસી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news