અંકલેશ્વર: પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ, બાળકીના પિતાએ બળાત્કારીની હત્યા કરી

અંકલેશ્વરના બોરભાઠા ખાતે એક પાંચ વર્ષીય બાળકીને હવસખોર દ્વારા પોતાનો શિકાર બનાવવામાં આવી હતી. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા પિતાએ યુવાનને માર મારતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આમ દુષ્કર્મીને તો મોતની સજા મળી જ હતી પરંતુ કાયદો હાથમાં લેવા બદલ તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે. 
અંકલેશ્વર: પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ, બાળકીના પિતાએ બળાત્કારીની હત્યા કરી

ભરૂચ : અંકલેશ્વરના બોરભાઠા ખાતે એક પાંચ વર્ષીય બાળકીને હવસખોર દ્વારા પોતાનો શિકાર બનાવવામાં આવી હતી. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા પિતાએ યુવાનને માર મારતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આમ દુષ્કર્મીને તો મોતની સજા મળી જ હતી પરંતુ કાયદો હાથમાં લેવા બદલ તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે. 

પરિવાર પર આભ ફાટી પડ્યું છે. એક તરફ નાનકડી દિકરી પર દુષ્કર્મની ઘટના બની છે તો બીજી તરફ પીડિતના પિતાના હાથે દુષ્કર્મીનું મોત થતા તેના પિતાની પણ ધરપકડ થઇ છે. ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામે પંચાયતી ફળિયામાં રહેતી એક બાળકી પોતાના ઘરની સામે રમી રહી હતી. દરમિયાન ફળિયામાં જ રહેતા 19 વર્ષીય યુવાન લાલુ બિહારી તેની પાસે આવ્યો હતો અને તેને રમાડવાના બહાને મકાનની પાછળ આવેલા શૌચાલયમાં લઇ ગયો હતો. 

નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના અંગે માહિતી મળતા  આરોપીની માતાએ જ તેને સોંપી દીધો હતો. તેઓ ઉશ્કેરાયેલા હતા નરાધમ લાલુ બિહારીને લાકડીના ફટકા અને પત્થર વડે માર માર્યો હતો. ગંભીર ઇજાગ્રસ્ત લાલુ બિહારીને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અંકલેશ્વર પોલીસે દુષ્કર્મ અને હત્યાના ગુના દાખલ કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news