અંકલેશ્વર News

અંકલેશ્વરની ફાયનાન્સ કંપનીમાં કરોડોની દિલધડક લૂંટ, લૂંટારીઓ પાસે હતી તમામ માહિતી
જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાયનાન્સની ઓફીસમાં સવારે 9 વાગ્યાની આસપાસ કંપનીના કર્મચારીઓએ બંદુક બતાવી બંધક બનાવ્યા બાદ લૂંટની ઘટના બની હતી. જેમાં 4 કરોડના સોનાના દાગીના અને રોકડ લૂંટીને લૂટારૂઓ ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. કંપની ઓફીસમાં લગાવાયેલા સીસીટીવીમાં 4 લૂંટારૂઓ ઓફિસમાં પ્રવેશ કરતા દેખાય છે. ત્યાર બાદ 4 લૂંટારૂઓ કર્મચારીઓને બંધુકની અણીએ અંદરની રૂમમાં ધકેલે છે. બે લૂંટારાઓમાં હાથમાં બંધુક અને એક લૂંટારૂના હાથમાં ચાકૂ જોવા મળ્યું હતું. 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટ ચલાવીને લૂંટારીઓ કારમાં થઇ ગયા છે. ઘટના અંગે જાણ થતા અંકલેશ્વર પોલીસ ઘટના સ્થલે દોડી આવી હતી. હાલ તો પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. 
Nov 9,2020, 22:22 PM IST

Trending news