ગુજરાતમાં ફરજ બજાવી ચૂકેલા IAS અધિકારી સંજય ગુપ્તાનું નિધન, લખનઉમાં લીધા અંતિમ શ્વાસ
દુનિયામાં કોરોનાએ (Corona) હાહાકાર મચાવ્યો છે. કોરોના કહેરથી લોકો પરેશાન થઈ ગયા છે. તે પછી સામાન્ય જનતા હોય કે, આરોગ્ય કર્મી અથવા તો પોલીસ કર્મચારી કોઈ બચી શક્યું નથી
Trending Photos
હિતલ પારેખ/ ગાંધીનગર: દુનિયામાં કોરોનાએ (Corona) હાહાકાર મચાવ્યો છે. કોરોના કહેરથી લોકો પરેશાન થઈ ગયા છે. તે પછી સામાન્ય જનતા હોય કે, આરોગ્ય કર્મી અથવા તો પોલીસ કર્મચારી કોઈ બચી શક્યું નથી. એવામાં ગુજરાતમાં IAS ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂકેલા સંજય ગુપ્તાનું (Sanjay Gupta) કોરોનામાં નિધન થયું છે.
ગુજરાતના પૂર્વ IAS સંજય ગુપ્તાનું લખનઉમાં નિધન થયું છે. લખનઉની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. સંજય ગુપ્તા ફેફસાની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. તમને જણાવી દઇએ કે, સંજય ગુપ્તાને લખનઉની પીજીઆઇ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી દાખલ કરવામાં આવ્યા હતા. સંજય ગુપ્તાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને ગઈકાલે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સંજય ગુપ્તા 1985 બેંચના આઇએએસ અધિકારી હતા.
ઉલ્લેખનીય છે કે, મેટ્રો ટ્રેન કૌભાંડમાં પણ તેઓનું નામ સામે આવ્યું છે. ગુજરાતના તત્કાલીન સીએમ કેશુભાઈના સચિવ અને અમદાવાદ મેટ્રોના ચેરમેન રહી ચુક્યા હતા. સંજય ગુપ્તા પર ભ્રષ્ટાચારનો ગંભીર મામલો ચાલી રહ્યો હતો. નીશા ગ્રુપના ચેરમેન સંજય ગુપ્તા ઘણી 5 સ્ટાર હોટલોના માલીક હતા. અમદાવાદમાં જાણો દુનિયા નામની તેમની એક ટીવી ચેનલ પણ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે