બે મિત્રોને ઝઘડતા છોડાવવા જતા ત્રીજા મિત્રને મળ્યું દર્દનાક મોત! સુરતની આ ઘટના CCTVમાં કેદ

સુરત જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે કે કોઈ વ્યક્તિઓ ઝઘડો કરી રહ્યા અને જો તમને છોડવવા વચ્ચે પડ્યા હોય તો મોત પણ મળી શકે છે. જોકે સીસીટીવી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઝઘડો જોવા માટે અનેક લોકો સ્થળ ઉપર ઉભા હતા. ચપ્પુના ઘા ઝીંકી હત્યારો ઘટના સ્થળેથી લોકો ની વચ્ચેથી ભાગી છૂટે છે.

બે મિત્રોને ઝઘડતા છોડાવવા જતા ત્રીજા મિત્રને મળ્યું દર્દનાક મોત! સુરતની આ ઘટના CCTVમાં કેદ

સંદીપ વસાવા/કામરેજ: સુરત જિલ્લામાં હવે ચોરી, હત્યા, લૂંટ, મારામારી જેવી ગંભીર ગુનાઓ પણ સામાન્ય બની ગયા છે. છાસવારે ગુનાઓ સામે આવી રહ્યા છે. સુરત જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે કે કોઈ વ્યક્તિઓ ઝઘડો કરી રહ્યા અને જો તમને છોડવવા વચ્ચે પડ્યા હોય તો મોત પણ મળી શકે છે. 

ઘટના સુરતના કામરેજના ખોલવડ ગામની છે, જ્યાં બે મિત્રો ઝઘડો કરી રહ્યા હતાં અને ત્યાં અન્ય ત્રીજો મિત્રો ઝઘડો કરી રહેલા મિત્રને છુટા પાડવા આવ્યો વચ્ચે પડ્યો હતો. પરંતુ ગુસ્સામાં અન્ય મિત્રએ ચપ્પુનો ઘા કરી દેતા મિત્ર ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. 

ગઈકાલે મોડી સાંજે કામરેજના ખોલવાડ ગામ ખાતે આવેલા ઓપેરા પેલેસ કોમ્પ્લેક્ષની બહાર 70 હજાર રૂપિયાની લેતીદેતીને લઈ વૈભવ શીંગાડા અને પ્રફુલ્લ ડોબરીયા વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી. જોકે થોડા સમય બાદ બોલાચાલી ઉગ્ર બનતા બંને વચ્ચે મારમારી અને હાથપાય શરૂ થઈ હતી. જાહેર થતી મારામારીને લઈ લોકટોળુ ભેગું થયું હતું. બંને મારામારી કરી રહેલા વૈભવ અને પ્રફુલ્લના મિત્ર શૈલેષ ભાઈ વસોયા બંને ઝઘડી રહેલ બન્ને મિત્રોને છોડાવવા પ્રયત્ન કરી રહ્યા હતા. જોકે અચાનક જ હાથમાં રહેલા ચપ્પુથી શૈલેષ વસોયા પર ઘા કરી દીધો હતો. 

મહત્વનું છે કે શૈલેષ વસોયાને ચાકુનો ઘા છાતીના ભાગે વાગી જતા શૈલેષ વસોયા ત્યાં જ ધરી પડ્યો હતો. જોકે સારવાર મળે એ પહેલા જ શૈલેષ વસોયાનું મોત નિપજી ચૂક્યું હતું. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હત્યાની આખી ઘટના કોમ્પ્લેક્ષ બહાર લાગેલ સીસીટીવી કેમેરા માં કેદ થઈ હતી. કામરેજ પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી હત્યા કરી ફરાર થયેલા વૈભવ સિંગડા ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. 

જોકે સીસીટીવી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઝઘડો જોવા માટે અનેક લોકો સ્થળ ઉપર ઉભા હતા. ચપ્પુના ઘા ઝીંકી હત્યારો ઘટના સ્થળેથી લોકો ની વચ્ચે થી ભાગી છૂટે છે. અને લોકો જોતા રહે છે. જોકે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news