જુના જોગીઓને ટિકિટ મળશે કે નહીં? અમિત શાહે કહ્યું; કોઈ માપદંડ નથી, 'ફક્ત એક જ માપદંડ છે જીતવાની ક્ષમતા'

Gujarat Election 2022: ZEE 24 કલાકના કાર્યક્રમ શીર્ષસંવાદમાં ભાજપના જુના જોગીઓએ ટિકિટ આપવા મામલે અમિત શાહે એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. ત્યારે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર હાલ મળી રહ્યા છે.

જુના જોગીઓને ટિકિટ મળશે કે નહીં? અમિત શાહે કહ્યું; કોઈ માપદંડ નથી, 'ફક્ત એક જ માપદંડ છે જીતવાની ક્ષમતા'

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની ચૂંટણી માટે શંખનાદ થઈ ચૂક્યો છે. મહાસંગ્રામમાં જીત હાંસલ કરવા માટે હવે દરેક પાર્ટીએ પોતાના આયુધ તૈયાર કરી લીધા છે. આ વખતનો ચૂંટણી 2022નો ચૂંટણી સંગ્રામ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે, કારણ કે આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી રહી છે. આ વખતે ત્રિપાંખિયો જંગ થવા જઈ રહ્યો છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કયા મુદ્દાઓ પર લડાઈ રહી છે 2022ની વિધાનસભા ચૂંટણી.

ZEE 24 કલાકના કાર્યક્રમ શીર્ષસંવાદમાં ભાજપના જુના જોગીઓએ ટિકિટ આપવા મામલે અમિત શાહે એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. ત્યારે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર હાલ મળી રહ્યા છે. ZEE 24 કલાકના શીર્ષ સંવાદમાં અમિત શાહે જણાવ્યું હતું કે, અમે સંગઠનમાં એવો કોઈ નિર્ણય નથી થયો કે જૂના જોગીઓને ટિકિટ નહીં મળે. ટિકિટ આપવા માટે ભાજપે કોઈ માપદંડ નક્કી કર્યા નથી. ટિકિટ માટે ફક્ત એક જ માપદંડ છે જીતવાની ક્ષમતા.. રિપીટ નો રિપીટનો રેશિયો પાર્લામેન્ટ્રી બોર્ડમાં નક્કી થશે.

અસંતોષની રાજનીતિ સામે આવી છે? તમે કેવી રીતે જોવો છો?
અમિત શાહે જણાવ્યું છે કે, જયનારાયણ વ્યાસને 75 વર્ષ પુરા થઈ ગયા છે. હવે એમને સ્પષ્ટતાથી ખબર છે કે ભાજપમાં ટિકીટ નહીં મળે. અને હવે રાજીનામું આપે પણ હવે રાજીનામાનો કોઈ મતલબ નથી. દેશભરમાં ભાજપનો ટ્રેન્ડ છે. કોંગ્રેસ હવે ડૂબતું જહાજ છે. ગુજરાતમાં કોંગ્રેસ પોતાની પરંપરાગત વોટબેકના આધારે મજબૂત છે પણ હવે દેશભરના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને ચૂંટણી વખતે રાજીનામું આપીને જોડાય અને જનતાનો મેન્ડેટ લઈને જોડાતા હોય એમાં હું નથી માનતો કે તેનાથી કોઈ અસર થાય.

ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news