ગુજરાતમાં ભાજપના ઉમેદવારોની પહેલી યાદી ક્યારે જાહેર થશે? દિલ્હીમાં બે દિવસ બેઠક, આ નેતાઓ મારશે મોહર!
Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હાલ ભાજપના ઉમેદવારો માટે હવે દિલ્હીમાં મંથન થઈ રહ્યું છે. 9 અને 10 નવેમ્બરે દિલ્હીમાં બેઠક મળશે. 9 નવેમ્બરે સાંજે કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક મળશે.
Trending Photos
Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતના સીએમ અને પ્રદેશ અધ્યક્ષ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દિલ્હી પહોંચ્યા છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નક્કી કરવા અમિત શાહ સાથે મંથન કરશે. આજે ગુજરાત ભાજપની કોર કમિટીની બેઠક મળશે. આવતી કાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણીની સમિતિની બેઠક છે. ચૂંટણી સમિતિની બેઠક પહેલાં મંથન કરાઈ રહ્યું છે.
મહત્વપૂર્ણ વાત એવી છે કે 10 અથવા 11 નવેમ્બરે ભાજપ પહેલી યાદી જાહેર કરી શકે છે. ભાજપના ઉમેદવારો માટે દિલ્લીમાં મંથન ચાલી રહ્યું છે. આ દિવસોમાં 6.30 કલાકે ભાજપના દિલ્હી સ્થિત કાર્યાલય પર બેઠક યોજાશે. જેમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સી.આર.પાટીલ હાજર રહેશે. ત્યારબાદ ભાજપના ઉમેદવારોની જાહેરાત થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હાલ ભાજપના ઉમેદવારો માટે હવે દિલ્હીમાં મંથન થઈ રહ્યું છે. 9 અને 10 નવેમ્બરે દિલ્હીમાં બેઠક મળશે. 9 નવેમ્બરે સાંજે કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક મળશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. સાંજે 6.30 કલાકે ભાજપના દિલ્હી સ્થિત કાર્યાલય પર બેઠક મળશે. આ બેઠકમા પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેશે. તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહેશે. સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહેશે. જેઓ તમામ 182 બેઠકોના દાવેદારો અંગે ચર્ચા કરશે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચે અગાઉ જાહેરાત કરી હતી કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રક્રિયા માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ચુક્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ઘણી બેઠકો માટે તેમના ઉમેદવારો જાહેર કર્યા છે. જો કે, ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી કોઈપણ સીટ પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. હવે, ભાજપના ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં બેઠક થવા જઈ રહી છે.
બે તબક્કામાં યોજાશે ચૂંટણી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. પ્રથમ તબક્કામાં ફોર્મની ચકાસણી 15 નવેમ્બરે થશે. 17 નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે.
આ પણ જુઓ વીડિયો:-
બીજા તબક્કા માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે. બીજા તબક્કા માટે ફોર્મ ચકાસણી 18 નવેમ્બરે કરવામાં આવશે. બીજા તબક્કામાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે. બીજા તબક્કા માટે 93 બેઠકો પર પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે