આ મંદિર સાથે અમિત શાહનું છે ખાસ કનેક્શન! ચૂંટણી પહેલા અહીંથી જ દર્શન કરીને વધે છે આગળ

Election 2024: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમિત શાહે હનુમાનદાદાનાં દર્શન કરીને આરતી ઉતારી હતી અને જીતના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ અમિત શાહે જાતે જ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે હું પહેલી વખત ધારાસભાની ચૂંટણી લડયો ત્યારે પણ અહીં જ દર્શન કરીને આગળ વધ્યો હતો.

આ મંદિર સાથે અમિત શાહનું છે ખાસ કનેક્શન! ચૂંટણી પહેલા અહીંથી જ દર્શન કરીને વધે છે આગળ

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ચૂકી છે. હવે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો રાજ્યની જનતાને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં છે. ત્યારે અમિત શાહે શુક્રવારે મેમનગર વિસ્તારમાં ગુરુકુળ રોડ પર આવેલુ ભીડભંજન હનુમાનદાદાના મંદિરે દર્શન કર્યા હતા. પરંતુ શું તમને ખબર છે? આ મંદિર સાથે અમિત શાહનું ખાસ કનેક્શન છે. જી હા...ભીડભંજન હનુમાનદાદાનું મંદિર અમિત શાહ માટે શુકનવંતું છે.  

હનુમાનદાદાનું મંદિર છે અમિત શાહ માટે શુકનવંતું!
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમિત શાહે હનુમાનદાદાનાં દર્શન કરીને આરતી ઉતારી હતી અને જીતના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ અમિત શાહે જાતે જ પોતાના નિવેદનમાં 31 વર્ષ પહેલાંની વાતને વાગોળતાં કહ્યું હતું કે ‘ભૂપેન્દ્ર પટેલ જ્યારે કાઉન્સેલર હતા ત્યારે પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી પ્રચારનો આરંભ પણ આ જ હનુમાનજીના આશીર્વાદ મેળવીને કર્યો હતો. આ સિવાય અમિત શાહે સુભાષ ચોક પાસે સુભાષચંદ્ર બોસની પ્રતિમાને નમન કરીને ચૂંટણીપ્રચારની શરૂઆત કરી હતી.

અહીં જ દર્શન કરીને આગળ વધ્યો હતો: અમિત શાહ
અમિત શાહે શુક્રવારે સવારે અમદાવાદના ગુરુકૂળ રોડ સ્થિત શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં દર્શન કરીને ગાંધીનગર લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. આ પ્રસંગે ભૂતકાળનું સ્મરણ કરતા તેમણે “હું પહેલી વખત ધારાસભાની ચૂંટણી લડયો ત્યારે પણ અહીં જ દર્શન કરીને આગળ વધ્યો હતો' એમ કહીને સૌ કાર્યકરો, આગેવાનોને કમળને જંગી બહુમતીથી જીતાડવા કામે લાગી જવા ઈજન પુરૂ પાડયુ હતુ.

અમિત શાહે ધારાસભ્યો, સ્થાનિક આગેવાનો અને કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ જ એક એવો રાજકીય પક્ષ છે કે જ્યાં મારા જેવા બુથ લેવલે પોસ્ટર ચોટાડનારા નાના કાર્યકરને છેક રાષ્ટ્રીય સંગઠનમાં અધ્યક્ષપદનું સુકાન સોંપ્યુ અને ગૃહમંત્રી પણ બનાવ્યો. ભાજપમાં નાનામાં નાના કાર્યકરને પણ જવાબદારી મળતી રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news