Mohammad Azharuddin Birthday: અઝહરના એક નિર્ણયે રાતોરાત સચિનનું ભાગ્ય પલટી નાખ્યું હતું, ક્રિકેટને મળ્યા હતા 'ભગવાન'

Happy Birthday Mohammad Azharuddin: હૈદરાબાદના રહીશ અને ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો આજે જન્મદિવસ છે. અઝહરુદ્દીન આજે તેમનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વર્ષ 2000માં મોહમ્મદ અઝહરુદ્દીન મેચ ફિક્સિંગના કારણે વિવાદમાં ઘેરાયા હતા. જેના કારણે તેમની ક્રિકેટ કરિયરનો અંત આવી ગયો. 

Mohammad Azharuddin Birthday: અઝહરના એક નિર્ણયે રાતોરાત સચિનનું ભાગ્ય પલટી નાખ્યું હતું, ક્રિકેટને મળ્યા હતા 'ભગવાન'

Mohammad Azharuddin Birthday: હૈદરાબાદના રહીશ અને ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો આજે જન્મદિવસ છે. અઝહરુદ્દીન આજે તેમનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પોતાની કરિયરમાં તેમણે 99 ટેસ્ટ અને 334 વનડે મેચ રમી હતી. વનડે મેચોમાં અઝહરે 7 સદી અને 58 અડધી સદીની મદદથી 9378 રન કર્યા. ટેસ્ટ મેચોમાં આ દિગ્ગજે 22 સદી અને 21 અડધી સદીની મદદથી 6215 રન કર્યા. 

મેચ ફિક્સિંગમાં ફસાયા
વર્ષ 2000માં મોહમ્મદ અઝહરુદ્દીન મેચ ફિક્સિંગના કારણે વિવાદમાં ઘેરાયા હતા. જેના કારણે તેમની ક્રિકેટ કરિયરનો અંત આવી ગયો. તેમના પર દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિએએ આરોપ લગાવ્ય હતો કે અઝહરે તેમને એક બુકી સાથે મેળવ્યા હતા. આ કારણે આઈસીસી અને બીસીસીઆઈએ તેમની કરિયર ખતમ કરી નાખી. તેઓ દુનિયાના પહેલા ખેલાડી છે જેમને મેચ ફિક્સિંગના કારણે બેન કરવામાં આવ્યા, પરંતુ વર્ષ 2012માં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે તેમની બેન લાઈફ હટાવી દીધી. 

અઝહરના એક નિર્ણયે સચિનનું ભાગ્ય બદલ્યું
અઝહરુદ્દીનના એક નિર્ણયે સચિન તેંડુલકરનું ભાગ્ય રાતોરાત પલટી નાખ્યું હતું. અઝહરુદ્દીને 1994માં સચિન તેંડુલકર પાસે ઓપનિંગ કરાવવાનો નિર્ણય લીધો હતો. વાત જાણે એમ છે કે 1994ના ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટીમના નિયમિત ઓપનર નવજોત સિંહ સિદ્ધુની ગરદનમાં સમસ્યા થઈ હતી. સચિન કેપ્ટન અને મેનેજર અજીત વાડેકર પાસે પહેલા પણ ઓપનિંગ કરાવવાની અપીલ કરી ચૂક્યા હતા. તે સમયે તેઓ પાંચમા નંબરે  બેટિંગ કરતા હતા. 5માં અને 6ટ્ઠા નંબર સચિનના નામ પર એક પણ સદી નહતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનારા સચિનના નામે વનડેમાં શરૂઆતના પાંચ વર્ષમાં એક પણ સદી નહતી. જ્યારે સચિનને ઓપનિંગ કરવા માટે મોકલવામાં આવ્યા તો તેમણે કેપ્ટનને નિરાશ કર્યા નહીં. પહેલી જ મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓકલેન્ડની તેજ પિચ પર 49 બોલમાં 82 રન કર્યા હતા. અઝહરે એકવાર કહ્યું હતું કે 'સચિન પોતે ઓપનિંગ કરવા માંગતો હતો. આજે અમને ખુશી થાય છે કે તે દુનિયાનો મહાન બેટ્સમેન બન્યો.'

કેપ્ટન તરીકે ત્રણવાર વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશીપ સંભાળી
વર્ષ 1990માં મોહમ્મદ અઝહરુદ્દીનને ભારતીય ટીમના કેપ્ટન તરીકે જાહેર કરાયા. તેમણે 1992, 1996, અને 1999ના વર્લ્ડ કપમાં  ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું. આ અગાઉ કેપ્ટન તરીકે કપિલ દેવ, અને શ્રીનિવાસ વેંકટરાઘવને 2-2 વાર વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કમાન સંભાળી હતી. 

સફળ કેપ્ટન
મોહમ્મદ અઝહરુદ્દીને પોતાની કેપ્ટનશીપમાં ભારતને 14 ટેસ્ટ અને 103 વનડે મેચ જીતાડી હતી. આ રેકોર્ડ ઘણા લાંબા સમય સુધી તેમના નામે જોડાયેલો રહ્યો. આ સાથે જ તેઓ એક જબરદસ્ત ફિલ્ડર પણ હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અઝહરે ટેસ્ટ મેચમાં 105 અને વનડેમાં 156 કેચ કર્યા. 

મોહમ્મદ અઝહરુદ્દીને પોતાની પહેલી ટેસ્ટ સિરીઝમાં ત્રણ મેચમાં સતત સદી ફટકારી હતી. વર્ષ 1984માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં 110 રનની ઈનિંગ રમી. આગામી મેચમાં ફરી 105 રન કર્યા. કાનપુરમાં ત્રીજી ટેસ્ટમાં પણ તેમણે 112 રન કર્યા. 

કોંગ્રેસ સાથે નાતો જોડ્યો
અઝહરુદ્દીને 19 ફેબ્રુઆરી 2009ના રોજ કોંગ્રેસ પાર્ટી સાથે નાતો જોડ્યો. તેમણે યુપીની મુરાદાબાદ લોકસભા બેઠકથી જીત મેળવી. ત્યારબાદ વર્ષ 2014માં તેમણે ટોંક સવાઈ માધોપુરથી ચૂંટણી લડી. જો કે તેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

ફિલ્મ પણ બની
તેમના નામ પર વર્ષ 2016માં ફિલ્મ પણ બની. જેનું નામ અઝહર હતું. આ ફિલ્મમાં અઝહરની ભૂમિકા ઈમરાન હાશમીએ ભજવી હતી. ફિલ્મમાં નૌરીનની ભૂમિકા પ્રાચી દેસાઈ અને સંગીતા બિજલાનીની ભૂમિકા નરગિસ ફખરીએ ભજવી હતી. ફિલ્મનું દિગ્દર્શન ટોની ડિસૂઝાએ કર્યું હતું. જેમાં અઝહરની અંગત લાઈફ અને ખેલ જીવનને સુંદર રીતે વર્ણવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news