AMC Result: BJP 159, કોંગ્રેસ- 25 અને AIMIM 7, જુઓ અમદાવાદમાં ક્યા વોર્ડમાં કોને મળી જીત

ahmedabad Election Result: અમદાવાદ કોર્પોરેશનમાં વધુ પાંચ વર્ષ માટે ભાજપનું શાસન રહેવાનું છે. પ્રજાએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ કરતા જંગી બહુમતી આપી છે. 2015 કરતા પણ ભાજપને વધુ બેઠકો મળી છે. 2015માં ભાજપે 142 બેઠકો જીતી હતી. 

AMC Result: BJP 159, કોંગ્રેસ- 25 અને AIMIM 7, જુઓ અમદાવાદમાં ક્યા વોર્ડમાં કોને મળી જીત

અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકા (Ahmedabad Municipal Corporation) ની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (BJP) એ જંગી બહુમતીથી ગુજરાતની સૌથી મોટી મહાનગર પાલિકા કબજે કરી છે. ભાજપે અહીં 192 સીટોમાંથી 159 બેઠકો પર વિજય મેળવ્યો છે. તો કોંગ્રેસે માત્ર 25 સીટથી સંતોષ કરવો પડ્યો છે. અમદાવાદમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ અમદાવાદના બે વોર્ડમાં સાત બેઠકો જીતવામાં સફળ રહી છે. 

અમદાવાદે આપ્યો ગુજરાતને સાથ
અમદાવાદમાં આ વર્ષે છ મહાનગર પાલિકામાં સૌથી ઓછુ મતદાન થયું હતું. ત્યારે લોકોના મનમાં અનેક આશંકાઓ શરૂ થઈ ગઈ હતી. પાર્ટીના પેજ પ્રમુખને લઈને પણ સવાલો ઉઠ્યા હતા. પરંતુ પરિણામ જાહેર થયા બાદ લાગી રહ્યું છે કે, અમદાવાદના મતદાતાઓએ ભાજપ પર ફરી વિશ્વાસ કર્યો છે. 

અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય
અમદાવાદમાં કુલ વોર્ડઃ 48
કુલ સીટઃ  192
ભાજપનો વિજય- 159
કોંગ્રેસની જીત- 25
AIMIM- 7
અન્ય- 1

- ગોતા અને ચાંદલોડિયામાં ભાજપની પેનલની જીત
- ચાંદખેડામાં ભાજપ 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત
- રાણીપ, નવા વાડજ, સ્ટેડિયમમાં ભાજપની પેનલ જીતી
- ઘાટલોડિયા, થલતેજ, સાબરમતી વોર્ડમાં ભાજપની જીત
- જોધપુર અને નવરંગપુરામાં ભાજપની પેનલની જીત
- નારણપુરા, ચાંદલોડિયા, બોડકદેવમાં ભાજપનો વિજય
- વેજલપુર, વાસણા, પાલડીમાં ભાજપની પેનલની જીત
- સૈજપુર, નિકોલ, અસારવા, ખોખરામાં ભાજપની જીત
- બાપુનગર, શાહીબાગ, સરસપુરમાં ભાજપનો વિજય
- મણિનગર અને ઈસનપુરમાં ભાજપની પેનલ વિજેતા
- નરોડા, ઓઢવ, રામોલ, વટવામાં ભાજપની જીત
- ઈન્દ્રપુરી, વસ્ત્રાલ, સરદારનગરમાં ભાજપની જીત
- ઠક્કરબાપાનગર, ભાઈપુરા-હાટકેશ્વરમાં ભાજપની જીત
- દરિયાપુર, બહેરામપુરા, દાણીલીમડામાં કોંગ્રેસ વિજેતા
- કુબેરનગર અને ગોમતીપુરમાં કોંગ્રેસની પેનલ વિજેતા
- અમરાઈવાડીમાં 3 ભાજપ, કોંગ્રેસની 1 બેઠક પર જીત
- ઈન્ડિયા કોલોનીમાં ભાજપ 3, કોંગ્રેસની 1 બેઠક પર જીત
- લાંભામાં ભાજપ 3 અને અપક્ષની 1 બેઠક પર જીત
- જમાલપુરમાં કોંગ્રેસનો સફાયો, AIMIMની પેનલ વિજેતા
- મક્તમપુરામાં AIMIM 3, કોંગ્રેસની 1 બેઠક પર જીત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news