કોરોનાનો મૃત્યુદર ઘટાડવા વડીલોની કાળજી રાખવી ખુબ જરૂરી: નેહરા

તેમણે કહ્યું કે, બધા કેસોથી એક વાત સ્પષ્ટ થાય છે કે યુવાનો કોરોનાને માત આપી રહ્યાં છે. બીજી બાજુ સિનિયર સિટિઝન કે જેમને આ સિવાય અન્ય બીમારીઓ ફેફસા, કિડની, હ્રદય વગેરેથી પીડાતા હોય તેમના માટે કોરોના ઘાતક નીવડી રહ્યું છે. 

 

કોરોનાનો મૃત્યુદર ઘટાડવા વડીલોની કાળજી રાખવી ખુબ જરૂરી: નેહરા

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના વાયરસ પરની અત્યારની સ્થિતિ અને આગળની રણનીતિ અંગે માહિતી આપી. તેમણે દુકાનો બંધ રાખવાના નિર્ણય બદલ વેપારી એસોસિએશન્સનો આભાર પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે એક્ટિવ કેસના વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે. હાલ તે 10 ટકાની અંદર ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે લોકડાઉન ખુલ્યા બાદ અનેક નવી માનસિકતા કેળવવી પડશે. તેમણે અમદાવાદમાં કોરોનાના કેસ અંગે માહિતી આપતા કહ્યું કે સવારના 11 વાગ્યા સુધીની સ્થિતિ જોઈએ તો અમદાવાદમાં 1854 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં એસવીપી હોસ્પિટલમાં 642 જેટલા એક્ટિવ કેસ છે. જ્યારે 150 જેટલા શંકાસ્પદ કેસો છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં 547, સમરસ હોસ્ટેલ ખાતે 591 લોકો સારવાર હેઠળ છે. તેમણે કહ્યું કે, આ બધા કેસોથી એક વાત સ્પષ્ટ થાય છે કે યુવાનો કોરોનાને માત આપી રહ્યાં છે. બીજી બાજુ સિનિયર સિટિઝન કે જેમને આ સિવાય અન્ય બીમારીઓ ફેફસા, કિડની, હ્રદય વગેરેથી પીડાતા હોય તેમના માટે કોરોના ઘાતક નીવડી રહ્યું છે. 

લોકડાઉન ખુલે ત્યારબાદ નવી માનસિકતા કેળવવી પડશે
એએમસી કમિશનર વિજય નેહરાએ સ્પષ્ટપણે કહ્યું કે લોકડાઉન ખુલે ત્યારબાદ નવી માનસિકતા કેળવવી પડશે. જેમ કે...
1. જાહેરમાં નીકળીએ ત્યારે માસ્ક ફરજીયાત પહેરવાની આદત પાડવી પડશે
2. દરેક દુકાનદારે સેનેટાઈઝરની વ્યવસ્થા કરવી પડશે. આદત પાડવી પડશે
3. જાહેરમાં થુંકવાની કુટેવ ભૂલી જવી પડશે. જરૂર પડશે તો 5000 થી વધુ દંડ લેવાની વિચારણા થઈ રહી છે.
4. દ્વિચક્રી વાહનો પર એક જ વ્યક્તિ નીકળે તે જરૂરી, કારમાં 2 કે 3 લોકો હોય એ જરૂરી છે.

વધુ વિગતો માટે જુઓ VIDEO

ઈમરાન ખેડાવાલા વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેમના છેલ્લા બે રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. તેમણે પ્લાઝમા આપવાની તૈયારી બતાવી તે અંગે પણ કમિશનરે તેમનો આભાર વ્યક્ત કર્યો. નેહરાએ એમ પણ કહ્યું કે પ્લાઝમા ડોનરની સંખ્યા વધી રહી છે. એએમસી કમિશનરે કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખના નિધન પર શોક પણ વ્યક્ત કર્યો. 

તેમણે કહ્યું કે આ બધા કેસોથી એક વાત સ્પષ્ટ થાય છે કે યુવાનો કોરોનાને માત આપી રહ્યાં છે. બીજી બાજુ સિનિયર સિટિઝન કે જેમને આ સિવાય અન્ય બીમારીઓ ફેફસા, કિડની, હ્રદય વગેરેથી પીડાતા હોય તેમના માટે કોરોના ઘાતક નીવડી રહ્યું છે. હું ફરી વિનંતી કરું છું કે આપણે જ્યારે ધીમેધીમે લોકડાઉન ખુલે ત્યારે સંક્રમણ વધતું હોય તો તેવા સંજોગોમાં આપણા વડીલો, કે ડાયાબિટિસ, કિડની, ફેફસા જેવી બીમારીની હિસ્ટ્રી હોય તેવા લોકોની ખાસ કાળજી લેવાની છે. મૃત્યુદર ઘટાડવા માટે આપણે આપણા વડીલોની કાળજી લઈએ. વડીલોને સંક્રમણથી ખાસ બચાવવા. જો તેમને કોરોના લાગશે તો બચાવવું મુશ્કેલ થઈ પડશે. વડીલોએ ઘરની બહાર ન નીકળવું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news