આજે રજૂ કરાયું AMCનું રૂ. 9685 કરોડનું કરવેરાના બોજા વગરનું બજેટ, શું છે ફાયદો? જાણવા કરો ક્લિક

આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2020-21નું સુધારા સાથેનું બજેટ મંજૂરી રજૂ કરાયું છે. સામાન્ય ચૂંટણીના આ વર્ષમાં ભાજપી શાષકોએ કમિશ્નરે રજૂ કરેલા 8907 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ.777 કરોડના ધરખમ વધારો કરી રૂ. 9685 કરોડનું કરવેરાના બોજા વગરનું બજેટ રજૂ કર્યુ છે. 

આજે રજૂ કરાયું AMCનું રૂ. 9685 કરોડનું કરવેરાના બોજા વગરનું બજેટ, શું છે ફાયદો? જાણવા કરો ક્લિક

અર્પણ કાયદાવાલા, અમદાવાદ : આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2020-21નું સુધારા સાથેનું બજેટ મંજૂરી રજૂ કરાયું છે. સામાન્ય ચૂંટણીના આ વર્ષમાં ભાજપી શાષકોએ કમિશ્નરે રજૂ કરેલા 8907 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ.777 કરોડના ધરખમ વધારો કરી રૂ. 9685 કરોડનું કરવેરાના બોજા વગરનું બજેટ રજૂ કર્યુ છે. નોંધનીય છેકે મ્યુનિસિપલ કમિશ્નરે રૂ.244 કરોડના કરવેરાનો વધારો ડ્રાફ્ટ બજેટમાં ઝિંક્યો હતો. જેને શાસકોએ ફગાવી દીધો છે.

નવી બોટલમાં જુનો શરાબ કહેવતને સાર્થક કરતા હોય એમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપી શાસકોએ નવા નાણાકીય વર્ષનું સુધારા સાથેનું અધધ રૂ.7 77 કરોડના સુધારા સાથેનુ રૂ.9685 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. સુધારાવાળા બજેટમાં ભાજપી શાસકોએ કમિશ્નરે સૂચવેલા 244 કરોડના ટેક્સના વધારાને ફગાવી દીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે કારોબારી સમિતીમાં બજેટ રજૂ કરાયા બાદ રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર વાર્તામાં બજેટ સંબંધી વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ પ્રસંગે ભાજપના શાસનમાં રહેલા તમામ પૂર્વ મેયર અને કારોબારી ચેરમેનો પણ ખાસ હાજર રહ્યા હતા. 

ભાજપે રજૂ કરેલા સુધારાવાળા બજેટને વિપક્ષી નેતાએ સંપૂર્ણ કાલ્પનીક અને આંકડાની માયાજાળ ગણાવ્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે આ બજેટમાં કોઇજ બાબત નવી નથી. પાછલા બજેટના કામોને પુનઃ એકવાર નવા વાઘા પહેરાવીને લાવવામાં આવ્યા છે.

એએમસી બજેટની ખાસ વાતો

  1. -ટુવ્હીલરના ઈલેક્ટ્રિક વાહનોમાં 100 ટકાની રાહત
  2. -ડ્રાફ્ટ બજેટમાં સૂચિત પ્રોપર્ટી ટેક્સ વધારો પરત ખેંચાયો
  3. -કાઉન્સિલરોનું બજેટ વધારીને રૂ.30 લાખ કરાયું
  4. -ટ્રાફિક સમસ્યા નિવારવા રૂ.30 કરોડની ફાળવણી
  5. -હાથીજણ, લાલગેબી સર્કલ પર ફ્લાયઓવર બ્રિજ બનશે
  6. -શાહ આલમ ટોલનાકા જંક્શન પર બ્રિજ બનાવાશે
  7. -રૂ.15 કરોડના ખર્ચે નવા ફૂટ ઓવરબ્રિજ બનાવાશે
  8. -વાળીનાથ ચોક, ખમાસા ચાર રસ્તા, નિકોલ, બાપુનગરમાં બનશે
  9. -મ્યુનિ.શાળાના મકાનો પાછળ રૂ.10 કરોડ ફાળવાયા
  10. -હવા પ્રદૂષણથી શહેરને મુક્ત કરાવવા રૂ.15 કરોડ
  11. -ભદ્ર કોર્ટથી 3 દરવાજા સુધી સ્કવેર વિકસાવવા રૂ.10 કરોડ
  12. -મોડ્યુલર મિકેનિકલ કાર પાર્કિંગ માટે રૂ.20 કરોડ
  13. -નહેરૂબ્રિજથી નગરી હોસ્પિટલ સુધી રૂ.25 કરોડના ખર્ચે અંડરપાસ
  14. -હેરિટેજ સીટી અંતર્ગત મનપા શરૂ કરશે રેડિયો સ્ટેશન
  15. -રૂ.5 કરોડના ખર્ચે માય અમદાવાદ, માય એફએમ રેડિયો શરૂ થશે
  16. -ઓઢવ ગુરૂદ્રારા આસપાસના વિસ્તારના ડેવલપ માટે 3 કરોડ
  17. -જલધારા વોટર પાર્કની જગ્યાએ 12D થિયેટર બનાવાશે
  18. -સ્મશાન પરથી જ મરણનો દાખલો મળે તેવું આયોજન
  19. -સ્મશાનગૃહમાં CNG લાઈન નાંખી પ્રદૂષણ ઘટાડવા 30 કરોડ
  20. -કાંકરિયા જેવા બીજા બે તળાવનું નિર્માણ કરવામાં આવશે
  21. -પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં એક – એક તળાવ બનશે
  22. -તળાવ બનાવવા માટે રૂ.25 કરોડની ફાળવણી કરાઈ
  23. -એલિસબ્રિજ ગુર્જરી બજાર રોજ ભરાશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news