VIDEO: રિલીઝ થતાં જ છવાયું 'Baaghi 3'નું ટ્રેલર, ધમાકેદાર છે ટાઇગર શ્રોફની એક્શન


ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની સુપરહિટ ફ્રેન્ચાઇઝી 'બાગી 3 (Baaghi 3 Trailer)'નું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે, જેમાં એકવાર ફરી ટાઇગરે પોતાની ધમાકેદાર એક્શનથી લોકોને દીવાના બનાવી લીધા છે.

VIDEO: રિલીઝ થતાં જ છવાયું 'Baaghi 3'નું ટ્રેલર, ધમાકેદાર છે ટાઇગર શ્રોફની એક્શન

નવી દિલ્હીઃ ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની સુપરહિટ ફ્રેન્ચાઇઝી 'બાગી 3 (Baaghi 3 Trailer)'નું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે, જેમાં એકવાર ફરી ટાઇગરે પોતાની ધમાકેદાર એક્શનથી લોકોને દીવાના બનાવી લીધા છે. લોકોને 'વોર (War)' બાદ આ ફિલ્મનો ઇંતજાર હતો. તો હવે ટ્રેલર રિલીઝ થયા બાદ વાયરલ થઈ ગયું છે. તે કહેવું પણ ખોટું નથી કે આ વખતે એક્શનનું લેવલ ત્રણ ગણા કરતા વધુ વધી ગયું છે. 

આ દમદાર ટ્રેલરને જોઈને તમે પણ કહેશો કે આ ફિલ્મની આગળની ફિલ્મ (Baaghi)' અને બાગી 2 (Baaghi 2)' પણ ફીકી લાગી રહી છે. કારણ કે બંન્ને ફિલ્મોની મોટી સફળતા બાદ 'ટાઇગર શ્રોફ (Tiger Shroff) પોતાની આગામી ફિલ્મ બાગી 3ની સાથે ઘણા દમદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે. જુઓ આ ટ્રેલર...'

આ ટ્રેલરની શરૂઆતમાં જ્યાં ટાઇગર અને રિતેશ દેશમુખનો પ્રેમ સામે આવ્યો છે. તો અંત આવતા આવતા પોતાના ભાઈ માટે આતંકી દેશ સામે લડનાર ટાઇગરનો અંદાજ દિલ જીતી લે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બાગી 3નો રોની હવે વધુ ખતરનાક મિશન પર નિકળ્યો છે. 

 'બાગી 3 (Baaghi 3 Trailer)' આ વર્ષે 6 માર્ચે રિલીઝ થવાની છે. એટલે કે ફિલ્મ એક મહિના બાદ બોક્સ ઓફિસ પર આવશે. તેમાં ટાઇગર શ્રોફ, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યાં છે. આ ફિલ્મ નાડિયાડવાલા ગ્રાન્ડસન દ્વારા નિર્મિત અને અહમદ ખાન દિગ્દર્શિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news