80 વર્ષથી અન્ન-જળ લીધા વગર જીવી રહેલા પ્રખ્યાત ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા
અંબાજીના ગબ્બરવાળા અને દેશભરમાં પ્રખ્યાત એવા ચુંદડીવાળા માતાજી હવે નથી રહ્યા. ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાનીનું નિધન થયું છે. મધ્ય રાત્રિએ 2.45 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાનીના નિધનથી અંબાજીમાં દુખનું મોજુ ફરી વળ્યું છે. તેમના વતન ચરાડા ખાતે તેમનું અવસાન થયું હતું. છેલ્લા 80 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન જળ વગર જીવી રહ્યા હતા. તેમને 11 વર્ષની ઉંમરે જ અન્ન જળનો ત્યાગ કર્યો હતો. આવતીકાલે બુધવારે અંબાજીના ગબ્બર ખાતે તેમના આશ્રમ ખાતે તેઓને અંતિમ દર્શન માટે લઈ જવાશે. 28 મે ગુરુવારે સવારે 8.15 કલાકે ચુંદડીવાળા માતાજીને સમાધિ અપાશે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :અંબાજીના ગબ્બરવાળા અને દેશભરમાં પ્રખ્યાત એવા ચુંદડીવાળા માતાજી હવે નથી રહ્યા. ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાનીનું નિધન થયું છે. મધ્ય રાત્રિએ 2.45 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાનીના નિધનથી અંબાજીમાં દુખનું મોજુ ફરી વળ્યું છે. તેમના વતન ચરાડા ખાતે તેમનું અવસાન થયું હતું. છેલ્લા 80 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન જળ વગર જીવી રહ્યા હતા. તેમને 11 વર્ષની ઉંમરે જ અન્ન જળનો ત્યાગ કર્યો હતો. આવતીકાલે બુધવારે અંબાજીના ગબ્બર ખાતે તેમના આશ્રમ ખાતે તેઓને અંતિમ દર્શન માટે લઈ જવાશે. 28 મે ગુરુવારે સવારે 8.15 કલાકે ચુંદડીવાળા માતાજીને સમાધિ અપાશે.
કોંગ્રેસ ‘નમસ્તે ટ્રમ્પ’ની જૂની કેસેટ વગાડીને તૃષ્ટીકરણનું રાજકારણ રમવાનો પ્રયાસ કરે છે : ભરત પંડ્યા
વૈજ્ઞાનિકો માટે પણ આ માતાજીનું જીવન એક મોટું રિસર્ચ હતું. જોકે, વૈજ્ઞાનિકો પણ તેમના જીવનને સમજવામાં સફળ નિવડ્યા ન હતા. માત્ર 11 વર્ષની વયથી જ તેઓએ અન્નજળ ત્યાગી દીધું હતું. તેમના પર વૈજ્ઞાનિકોએ અનેક પરિક્ષણ પણ કર્યા હતા. તેઓ કઈ રીતે 80 વર્ષ સુધી ભૂખ્યા રહ્યા તે મોટું રહસ્ય હતું. લોકો તેને ચમત્કાર કહેતા હતા. ચુંદડીવાળા માતાજીને મા અંબા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. 2005-06માં પ્રહલાદ જાની પર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સંશોધન થયું હતું.
તેમના પર થયું હતું રિસર્ચ
ભારતના અનેક તબીબોએ તેમના પર રિસર્ચ કર્યું છે. ડોક્ટરોએ 2003 અને 2005માં રિસર્ચ થયું હતું. અમદાવાદના ન્યુરોલોજીસ્ટ ડો. સુધીરે તેમના વિશે કહ્યુ હતું કે, તેમનું શરીરની કોઈ કાયાકલ્પ થયેલ છે. તેઓ જાણતા અજાણતા બહારથી શક્તિ પ્રાપ્ત કરે છે. તેઓને ભોજનની જરૂરત નથી પડતી. અમે ઘણા દિવસ સુધી તેમનું અવલોકન કર્યું હતું. ક-એક સેકન્ડનો વીડિયો પણ લીધો હતો. તેઓએ કંઈ ખાધું નથી, કઈ કીધું નહીં, ના પેશાબ ગયા અને ના શૌચાલય ગયા. 30 ડોક્ટરોની એક ટીમ દ્વારા અલગ-અલગ તબીબો દ્વારા તેમના પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. કેમની હૃદય અને મગજની ક્રિયાઓને અલગ અલગ રીતે માપવામાં આવી હતી. જ્યારે તેઓ પોતાની પથારી છોડતા ત્યારે એક કેમેરો તેમની સાથે સાથે ચાલતો. જોકે, તબીબોએ પણ તેમના અન્નજળ ત્યાગનો દાવો આખરે સાચો માન્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે