ગોધરા રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં દિલ્હી-મુંબઈનો ટ્રેન વ્યવહાર ખોરવાયો
મોટાભાગની ટ્રેનોને જે-તે સ્ટેશનો ઉપર રોકી દેવામાં આવી છે, સ્ટેશનમાં ભરાયેલાં પાણી ઓસર્યા પછી ટ્રેન વ્યવહાર યથાવત કરવામાં આવશે
Trending Photos
ગોધરાઃ પંચમહાલ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદ અને ગોધરામાં સવારથી પડી રહેલા વરસાદના કારણે ગોધરા રેલવે સ્ટેશનના ટ્રેક પર પાણી ભરાઈ ગયાં છે. જેના કારણે દિલ્હી-મુંબઈનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. હાલ ટ્રેનોને જે-તે સ્ટેશને અટકાવી દેવામાં આવી છે.
ગોધરા રેલવે માર્ગ પર થઈને પસાર થતી મોટાભાગની ટ્રેનોને જે-તે સ્ટેશન પર રોકી દેવાના રેલવે તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. વરસાદના કારણે ટ્રેક પર ભરાયેલાં પાણીનું સ્તર જ્યારે ઓછું થશે ત્યારે રેલવે વ્યવહાર પૂર્વવત કરવામાં આવશે એવું રેલવેના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે.
રેલવે સ્ટેશન પર ભરાઈ ગયેલા પાણીને પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્ટેશન ખાતે દોડી આવી હતી. વહેલી સવારથી ગોધરામાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે આવી સ્થિતિનું નિર્માણ થયું છે.
અટકાવાયેલી ટ્રેનોની વિગત
1.વડોદરા-દાહોદ મેમુ ટ્રેનઃ સમલાયા રેલવે સ્ટેશને રોકવામાં આવી
2.મુંબઇ સેન્ટ્રલ-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસઃ ડેરોલ રેલવે સ્ટેશને રોકવામાં આવી
3.અમદાવાદ-નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસઃ વડોદરા રેલવે સ્ટેશન ખાતે રોકવામાં આવી
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે