સાઉથ આફ્રિકામાં વસેલા ગુજરાતીની લૂંટારુઓએ કરી હત્યા

વિદેશમાં વસતા ગુજરાતીઓ હંમેશા લૂંટારુઓના ટાર્ગેટ પર હોય છે, ત્યારે વિદેશમાં વસતા વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. આફ્રિકામાં પ્રિટોરિયામાં મૂળ અમદાવાદના યુનુસભાઈ વ્હોરાની લૂંટારુઓએ ગોળી મારીને હત્યા કરી છે. ત્યારે અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.

સાઉથ આફ્રિકામાં વસેલા ગુજરાતીની લૂંટારુઓએ કરી હત્યા

અમદાવાદ :વિદેશમાં વસતા ગુજરાતીઓ હંમેશા લૂંટારુઓના ટાર્ગેટ પર હોય છે, ત્યારે વિદેશમાં વસતા વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. આફ્રિકામાં પ્રિટોરિયામાં મૂળ અમદાવાદના યુનુસભાઈ વ્હોરાની લૂંટારુઓએ ગોળી મારીને હત્યા કરી છે. ત્યારે અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ખેડાના અને બાદમાં અમદાવાદમાં સ્થાયી તયેલા યુનુસભાઈ સિકંદર વ્હોરા છેલ્લાં 9 વર્ષથી આફ્રિકા રહે છે. 51 વર્ષીય યુનુસભાઈનો પરિવાર અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહે છે. તેઓ મકોપા ગામમાં પાર્ટનરશિપમાં એક મોલ અને એક દુકાન ચલાવે છે. 20 જૂનના રોજ તેઓ પોતાની એક દુકાનમાંથી બીજી દુકાનમાં ગયા હતા, ત્યારે ગાડીમાઁથી ઉતરતા સમયે જ સાંજે 5 વાગ્યાની આસપાસ કેટલાક લૂંટારુઓ તેમની દુકાન પર ત્રાટક્યા હતા. લૂંટારુઓ આવ્યાની વાતથી તેઓ અજાણ હોવાથી ગાડીમાંથી ઉતર્યા હતા અને લૂંટારુઓ તેમને ઘેરી વળ્યા હતા. લૂંટારુઓએ યુનુસભાઈના શરીરમાં ગોળી ધરબી દીધી હતી.

યુનુસભાઈને ગોળી માર્યા બાદ લૂંટારુઓએ 20થી 25 મિનીટ સુધી તેમની દુકાનમાં લૂંટ મચાવી હતી. આ બાબતની જાણ અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. જેના બાદ તેમનો પરિવાર હચમચી ગયો હતો. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news