18 સભ્યોના અમદાવાદના આ પરિવારને કેન્દ્રીય બજેટ પાસેથી અનેક આશા છે...

18 સભ્યોના અમદાવાદના આ પરિવારને કેન્દ્રીય બજેટ પાસેથી અનેક આશા છે...
  • જૈન પરિવારની ગૃહિણીઓની અપેક્ષા છે કે, જીવન જરૂરિયાતની વસ્તુઓ અને કોરોનાકાળમાં અનુભવ્યું કે મેડિકલ મોંઘુ છે, જે સસ્તું થવું જોઈએ
  • 18 સદસ્યોના આ પરિવારમાં 6 પુરુષો, 7 મહિલાઓ અને 5 બાળકો છે. બરડીયા પરિવારની ખાસિયત એ છે કે, આ પરિવાર એકસાથે રહે છે

આશ્કા જાની/અમદાવાદ :આવતીકાલે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે. ત્યારે લોકોની આશા અપેક્ષાઓ આ બજેટ પર ટકેલી છે. કોરોનાકાળમાં લોકો આર્થિક રીતે તૂટી ગયા છે, ત્યારે તેઓને બજેટ (Budget 2021) માં રાહત મળે તેની અપેક્ષા છે. આવામાં અમદાવાદ (Ahmedabad) નો 18 સભ્યોના જાયન્ટ પરિવારની એક નહિ અનેક અપેક્ષાઓ છે. મૂળ રાજસ્થાની પરિવારની 18 સભ્યોમાં દરેકની ડિમાન્ડ અલગ અલગ છે. આવનારા વર્ષ 2021 ના બજેટને લઈને પરિવારની  અપેક્ષા છે કે, મેડિકલ એજ્યુકેશન અને જીવન જરૂરિયાતની તેમજ મોજશોખની વસ્તુઓ સસ્તી થાય, ટેક્સ ઓછો થાય અને ટેક્સ ભરવાની પદ્ધતિ સરળ બને. જેથી મધ્યમવર્ગીય પરિવારો પોતાનું ઘરનું બજેટ સરળતાથી ચલાવી શકે. તો જૈન પરિવારની ગૃહિણીઓની અપેક્ષા છે કે, જીવન જરૂરિયાતની વસ્તુઓ અને કોરોનાકાળમાં અનુભવ્યું કે મેડિકલ મોંઘુ છે, જે સસ્તું થવું જોઈએ. 

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં બરડીયા પરિવાર આવેલો છે. 18 સદસ્યોના આ પરિવારમાં 6 પુરુષો, 7 મહિલાઓ અને 5 બાળકો છે. બરડીયા પરિવારની ખાસિયત એ છે કે, આ પરિવાર એકસાથે રહે છે. 18 સભ્યોનો પરિવારનું આજના સમયમાં એકસાથે રહેવું એ મોટો પરિવાર સુખી પરિવારનું નિશાન છે. ત્યારે દરેક નાનાથી મોટા એકસાથે રહે છે. સુબોધ જૈન અને તેમના ભાઈનો આ પરિવાર છે. સર્વધર્મ સમભાવની ભાવના ધરાવતા આ પરિવારમાં ભારતના અલગ અલગ રાજ્યની વહુઓ લાવ્યા છે. જેમાં ત્રણ વહુઓ કર્ણાટકની છે અને ત્રણ વહુઓ રાજસ્થાનની છે. 

આ પણ વાંચો : સ્વ.વિઠ્ઠલ રાદડિયાને અપશબ્દો કહ્યાં, નરેશ પટેલને કોંગ્રેસી ગણાવ્યા.. વાયરલ ઓડિયોમાં બીજું શું? 

આ પરિવારમાં દરેક પુરુષોનો પ્રોફેશન અલગ અલગ છે. તેથી તમામની સરકાર પાસે અલગ અલગ અપેક્ષા છે. ઘરના પુરુષોએ કહ્યું કે, મેડિકલ એજ્યુકેશન સસ્તુ થવું જોઈએ, જીએસટી ઓછો થવો જોઈએ. તેમજ ટેક્સ ભરવાની પદ્ધતિ પણ થોડી સરળ બનવી જોઈએ. કોરોનાકાળમાં અમને ખબર પડી કે મેડિકલ મોંઘુ છે, તેથી તે પણ સસ્તુ થવુ જોઈએ. તો ઘરની મહિલાઓએ જીવન જરૂરિયાતની વસ્તુઓ પર ભાર મૂક્યો. મહિલાઓએ કહ્યું કે, જીવન જરૂરિયાતની વસ્તુઓ અને મોજશોખ તથા ટ્રાવેલિંગની વસ્તુઓ સસ્તી થવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news