દુનિયાભરનું દર્દ જીરવી ના શકી તો વિધવા મહિલા..., લવજેહાદનો રૂવાડા ઉભો કરે તેવો કિસ્સો

અમદાવાદમાં વધુ એક વખત લવજેહાદ નો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે મહિલા પોલીસ મથકમાં એક લવજેહાદ ની ફરિયાદ નોંધાય છે જેમાં તોસિફ ઉર્ફે વસીમ ભિસ્તી નામના 35 વર્ષે યુવકે એક વિધવા મહિલાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી.

દુનિયાભરનું દર્દ જીરવી ના શકી તો વિધવા મહિલા..., લવજેહાદનો રૂવાડા ઉભો કરે તેવો કિસ્સો

ઉદય રંજન/અમદાવાદ: ફરી એક વખત લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. વિધવા મહિલાને એક યુવકે પોતાનો ધર્મ છુપાવી પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કર્યા બાદ ગર્ભવતી પણ બનાવી હતી.મહિલાને ખબર પડતાં યુવક અન્ય ધર્મનો છે મહિલા રિવરફ્રન્ટ ખાતે આપઘાત કરવા પહોંચી હતી અને પોતે એક વિડીયો પણ બનાવ્યો હતો. મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

અમદાવાદમાં વધુ એક વખત લવજેહાદ નો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે મહિલા પોલીસ મથકમાં એક લવજેહાદ ની ફરિયાદ નોંધાય છે જેમાં તોસિફ ઉર્ફે વસીમ ભિસ્તી નામના 35 વર્ષે યુવકે એક વિધવા મહિલાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. યુવક પોતે મુસ્લિમ હોવા છતાં તેણે પોતાની ઓળખ હિન્દુ તરીકે આપી મહિલાને પ્રેમ જાળમાં ફસાવી હતી. એટલું જ નહીં મહિલાને ખ્યાલ આવતા તેણે બળજબરી ધર્મ પરિવર્તન કરાવી યુવકે નિકાહ કર્યા હતા. જે બાદ આ યુવક પોતે પરણીત છે અને ત્રણ સંતાનોનો પિતા છે તેવું ખ્યાલ આવતા આખરે મહિલાએ રીવરફ્રન્ટ આપઘાત કરવા પહોંચી હતી અને પોતાનો એક વિડિયો પણ બનાવ્યો હતો. જે બાદ સમગ્ર મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યુવક તોસીફ ઉર્ફે વસીમ છેલ્લા દોઢ વર્ષથી મહિલાના સંપર્કમાં આવ્યો હતો. અગાઉ મહિલા હોમગાર્ડ માં ફરજ બજાવતી હતી જે દરમિયાન લાલ દરવાજા બસમાં મુસાફરી કરતી હતી તે સમયે આરોપી તોસીફ amts બસમાં કંડકટર તરીકે કામ કરતો હતો ત્યારે તોસીફ સાથે મહિલાનો સંપર્ક થયો હતો. જે બાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અને પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેના પ્રેમ સંબંધ બાદ મહિલા ને ખ્યાલ આવ્યો કે તેણે જેની સાથે સંબંધ રાખ્યો છે તે હિન્દુ નહીં પરંતુ તેનું નામ બદલી અને પ્રેમ જાળમાં ફસાવ્યું હતું આમ છતાં પણ સમગ્ર મામલે મહિલાએ ધર્મ પરિવર્તન કરાવી યુવક સાથે નિકાહ કર્યા હતા અને તેને ચાર માસનો ગર્ભ પણ હતો પરંતુ મહિલાને જ્યારે ખ્યાલ આવ્યો કે યુવક પરણી છે અને ત્રણ સંતાનો છે જેથી તે આપઘાત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ફરિયાદી મહિલાના નામે યુવકે અલગ અલગ જગ્યાએથી 90,000 લોન પેટે લઈને છેતરપિંડી આચરી હતી. જો કે આરોપી યુવકના પરિવારજનોને પ્રેમ સંબંધની જાણ થતાં પરિવાર દ્વારા મહિલાને જાતિવિષયક શબ્દો બોલી અપમાનિત કરી હતી. જેથી મહિલાએ એટ્રોસિટી એક્ટ મુજબ તોશિફ ના માતા અને તોસીફના મિત્રોની પત્ની વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે. હાલ તો સમગ્ર ફરિયાદને આધારે પોલીસે આરોપી તોસીફ ની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news