શિક્ષણ જગતની વધુ એક કલંકિત ઘટના - શિક્ષકે દંડો મારતા વિદ્યાર્થીના હાથમાં થયું ફ્રેક્ચર

 અમદાવાદની એક શાળામાં ધોરણ -10નાં વિદ્યાર્થીને બેરહેમીથી ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. શિક્ષકે વિદ્યાર્થીને દંડાથી ફટકારતા તેના હાથમાં ફ્રેક્ચર થયું હતું. જેને કારણે પરિવારજનોએ શાળા પર હોબાળો મચાવ્યો હતો. તેમણે શાળાનો ઘેરાવ કરીને શિક્ષક સામે પગલા લેવાની માંગ કરી હતી.
શિક્ષણ જગતની વધુ એક કલંકિત ઘટના - શિક્ષકે દંડો મારતા વિદ્યાર્થીના હાથમાં થયું ફ્રેક્ચર

અતુલ તિવારી/અમદાવાદ : અમદાવાદની એક શાળામાં ધોરણ -10નાં વિદ્યાર્થીને બેરહેમીથી ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. શિક્ષકે વિદ્યાર્થીને દંડાથી ફટકારતા તેના હાથમાં ફ્રેક્ચર થયું હતું. જેને કારણે પરિવારજનોએ શાળા પર હોબાળો મચાવ્યો હતો. તેમણે શાળાનો ઘેરાવ કરીને શિક્ષક સામે પગલા લેવાની માંગ કરી હતી.

આ ઘટના અમદાવાદની સાબરમતી મહેતા ઠાકર શાળાની છે. જેમાં ધોરણ-10નાં વિદ્યાર્થીને દંડા વડે શિક્ષકે માર મારતાં તેને હાથે ફ્રેકચર થયું હતું. સમગ્ર ઘટનાને પગલે પરિવાજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે સ્કૂલના ટ્રસ્ટીઓએ મામલો થાળે પાડતા જણાવ્યું હતું કે, જો આ મામલે શિક્ષક કસૂરવાર હશે તો તેમની સામે પગલાં લેવાશે.

ઉલ્લેખનીય છે કે, આ શિક્ષક છેલ્લાં છ મહિનાથી જ આ શાળામાં ફરજ બજાવે છે. જેને લઇને હવે સમગ્ર વિવાદ સામે આવ્યો છે. જોકે શિક્ષકને કાયદો હાથમાં લેવાની સત્તા કોણે આપી એ પણ શિક્ષણ તંત્ર સામે અનેક સવાલ પેદા કરે છે. ગુજરાતની અનેક શાળાઓમાં આવી ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓમાં માસુમ બાળકોનો શું વાંક. આથી કયા કરાણોસર વિદ્યાર્થીઓ બેફામ બન્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news