Ahmedabad science city: સાયન્સ સિટીમાં આવેલા વિવિધ આકર્ષણો જોવાની ટિકીટમાં મોટો ઘટાડો, માત્ર 499 રૂપિયામાં બધું!

અમદાવાદ સાયન્સ સીટીમાં 250 કરોડના ખર્ચે નિર્માણધીન એક્વેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાયન્સ સિટી ખાતે નિર્માણાધિન એક્વેટિક ગેલેરીમાં અંડરવોટર વોક-વે ટનલની 16 જુલાઈથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

Ahmedabad science city: સાયન્સ સિટીમાં આવેલા વિવિધ આકર્ષણો જોવાની ટિકીટમાં મોટો ઘટાડો, માત્ર 499 રૂપિયામાં બધું!

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: સાયન્સ સિટીના આકર્ષણ વિદેશોની સફર કરાવે છે, પરંતુ ખૂબ ઉંચા ભાવના કારણે સામાન્ય માણસ ત્યાં પહોંચી શકતો નહોતો. પરંતુ આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે અમદાવાદના સાયન્સ સિટીના આકર્ષણોની ટિકિટના દરમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સાયન્સ સિટીના આકર્ષણોની ટિકિટ અગાઉ 900 રૂપિયા હતી, જે હવે 499 રૂપિયા કરી દેવામાં આવી છે. મુલાકાતીઓને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી દેવામાં આવી છે.

આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાાણે અમદાવાદ સાયન્સ સિટીમાં આવેલા વિવિધ આકર્ષણોના ટીકીટ દર ઘટાડવામાં આવ્યા છે. અગાઉ જે દર રૂ.900 હતા તેને ઘટાડીને રૂ.499 કરવામાં આવ્યા છે. મુલાકાતીઓને પ્રોત્સાહન આપવા આ જાહેરાત કરાઈ છે. તમને જણાવી દઈએ કે  સાયન્સ સિટીના આકર્ષણોમાં 499 ના દરમાં મુખ્ય પ્રવેશ, એકવેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, 5ડી થિયેટર, 1 વિઆર રાઈડ, થ્રિલ રાઈડ, મિશન ટુ માર્સ રાઈડ, 4ડી થિયેટર, અર્થકવેક એકસીપીયન્સ રાઈડ અને કોલ માઇન રાઈડનો સમાવેશ થાય છે.

અમદાવાદ સાયન્સ સીટીમાં 250 કરોડના ખર્ચે નિર્માણધીન એક્વેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાયન્સ સિટી ખાતે નિર્માણાધિન એક્વેટિક ગેલેરીમાં અંડરવોટર વોક-વે ટનલની 16 જુલાઈથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ એક્વેટિક ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અગાઉ અમદાવાદ સાયન્સ સિટીમાં ટિકિટોના દર શું હતા?
એન્ટ્રી ફી રૂ.50, સ્કુલ ગ્રુપ માટે રૂ.20નો ચાર્જ, રોબોટિક ગેલેરી માટે રૂ. 250 ટિકિટ રહેશે, એક્વાટિક ગેલેરી માટે રૂ.250 ટિકિટ રહેશે, 5D થિયેટર રૂ.150, 4D થિયેટર રૂ.70ની ટિકિટ, રોબો પેન્ટર રૂ.200, 3D સ્કેનર, પ્રિન્ટર માટે રૂ.500, મિશન માર્સ રાઈડ માટે રૂ.40ની ટિકિટ, કાર પાર્કિંગના રૂ.50, ટુ વ્હિલર માટે રૂ.20નો ચાર્જ, બસ તેમજ લકઝરી માટે રૂ.100નો ચાર્જ

એક્વાટિક્સ ગૅલરી
અત્યાધુનિક જાહેર એક્વાટિક્સ ગૅલરીમાં સમગ્ર દુનિયાની મુખ્ય શાર્ક્સ ધરાવતી મુખ્ય ટેન્કની સાથે વિશ્વના વિવિધ પ્રદેશોની દરિયાઇ જાતો છે. તેમાં 28 મીટરનો બેનમૂન વૉક વૅ ટનલ છે, જે અનોખો અનુભવ પૂરો પાડી રહ્યો છે.

રોબોટિક્સ ગૅલરી
રોબિટિક્સ ગૅલરી ઇન્ટરેક્ટિવ ગૅલરી છે જે રોબોટિક્સ ટેકનોલોજીના અગ્રણીઓને પ્રદર્શિત કરે છે અને તે મુલાકાતીઓને રોબોટિક્સના સદા આગળ વધતા ક્ષેત્રને ચકાસવાનો મંચ પૂરો પાડ્યો છે. પ્રવેશદ્વારે ટ્રાનસફોર્મર રોબોટની વિશાળ પ્રતિકૃતિ છે. ગૅલરીનું અજોડ આકર્ષણ સ્વાગત કરતો હ્યુમેનોઇડ રોબોટ છે જે મુલાકાતીઓ સાથે હર્ષ, આશ્ચર્ય અને ઉત્તેજના જેવી લાગણીઓ વ્યકત કરવાની સાથે વાત કરે છે. વિભિન્ન ક્ષેત્રોના રોબોટ્સ ગૅલેરીના વિવિધ માળે ગોઠવવામાં આવ્યા છે જે દવા, કૃષિ, અવકાશ, સંરક્ષણ અને રોજબરોજની જિંદગીમાં વપરાશના ક્ષેત્રે એપ્લિકેશનો પ્રદર્શિત કરે છે.

નેચર પાર્ક
પાર્કમાં ધુમ્મ્સ બાગ, ચેસ ગાર્ડન, સેલ્ફી પોઇન્ટ્સ, શિલ્પ પાર્ક અને ખુલ્લી ભૂલભૂલામણી (મેઝ) જેવી ઘણી નયનરમ્ય વિશેષતાઓ છે. તેમાં બાળકો માટે ડિઝાઇન કરાયેલ રસપ્રદ ભૂલભૂલામણીનો સમાવેશ થાય છે. પાર્કમાં મૅમથ (પ્રાચીન કાળના કદાવર હાથી), ટેરર બર્ડ, સબેર ટુથ લાયન જેવા નષ્ટ પામેલા પ્રાણીઓના શિલ્પો વૈજ્ઞાનિક માહિતીની સાથે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news