અમદાવાદ રેન્જ IG કેસરીસિંહ ભાટીનું નિધન, 1999 બેચના હતા આઇપીએસ અધિકારી
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : રેન્જ આઇજી કે.જી ભાટીનું આજે ટુંકી બિમારી બાદ નિધન થયું છે. જેના પગલે પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. રેન્જ આઇજી કેસરીસિંહ ભાટીને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેમને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે કે સારવાર દરમિયાન તેમને બચાવી શકાયા નહોતા. આ સમાચારના પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી છે. કે.જી ભાટીની બે દિવસ પૂર્વે તબિયત બગડતા ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
ભરૂચ: તબેલામાં આગ લાગતા 1 ઘોડી સહિત 16 ગાય-વાછરડાઓ મોત થતા અરેરાટી
આજે બપોરે તેઓનું નિધન થયું હતું. કે.જી ભાટી 1999 બેચના આઇપીએસ અધિકારી હતી. તેઓ ગુજરાત પોલીસમાં અનેક વરિષ્ઠ પદો પર પોતાની ફરજ બજાવી ચુક્યા હતા. 1963માં જન્મેલા ભાટી રાજ્યમાં અનેક મહત્વના પદ પર રહી ચુક્યા છે. તેઓ અગાઉ વડોદરા જોઇન્ટ પોલીસ કમિશ્નર ટ્રાફીક અને ક્રાઇમ તરીકે કાર્યરત રહી ચુક્યા છે. તેમને ગુજરાત પોલીસમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે પોલીસ મેડલથી પણ નવાજવામાં આવ્યા હતા.
આ ઉપરાંત તેઓ કોસ્ટલ સિક્યોરિટી અને ઇન્ટેલિજન્સ અને હ્યુમન રાઇટ્સના આઇજી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. 5 વર્ષ બાદ તેમને વડોદરા જોઇન્ટ પોલીસ કમિશ્નર તરીકે મુકવામાં આવ્યા હતા. તેમના મોટા ભાઇ સિદ્ધરાજસિંહ ભાટી પણ આઇપીએસ અધિકારી હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસમાં પહેલો અને એકમાત્ર કિસ્સો છે કે જેમાં બે સગા ભાઇઓ આઇપીએસ તરીકે ફરજ બજાવતા હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે