અમદાવાદમાં ભારે વરસાદે ભુક્કા કાઢ્યા! રોડ રસ્તા નદીમાં ફેરવાયા, ઓઢવમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ

હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે શહેરના રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

અમદાવાદમાં ભારે વરસાદે ભુક્કા કાઢ્યા! રોડ રસ્તા નદીમાં ફેરવાયા, ઓઢવમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ

Ahmedabad Heavy Rain: વરસાદી સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે. ગઇકાલથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના ઓઢવમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે. સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 173 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પંચમહાલના શહેરામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ વરસ્યો છે. એટલું જ નહીં મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે શહેરના રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હવે અમદાવાદમાં પડેલા વરસાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સરેરાશ 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં વિસ્તારવાર વાત કરીએ તો ઓઢવમાં 6 ઈંચ, વિરાટનગરમાં 5.5 ઈંચ વરસાદ, મેમ્કો, નરોડા, રાણીપમાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો, ચાંદલોડિયા, નિકોલ, દુધેશ્વરમાં 4.5 ઈંચ વરસાદ, ઉસ્માનપુરા, ચાંદખેડા, કઠવાડામાં 4-4 ઈંચ વરસાદ અને રામોલ, સાયન્સ સિટી, પાલડીમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

અમદાવાદમાં આજે સવારથી ભારેથી અતિભારે વરસાદ પડતા અનેક બ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી. બપોર પછી મીઠાખળી અંડરપાસ બંધ કરાયો હતો, શહેરમાં બાકીના અંડરપાસ પણ એક પછી એક બંધ કરાયા હતા. આ ઉપરાંત વાસણા બેરેજના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ પણ પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું છે.

આ 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ચાર જિલ્લામાં આગામી 24 કલાક વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટને લઈને જિલ્લા પ્રશાસન એક્શન મોડ પર છે.   

13 જિલ્લામાં યલો અલર્ટ
રાજ્યના 13 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને લઇને યલો એલર્ટ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news