અમદાવાદીઓના મૂંઝવતા સવાલોનો પોલીસ કમિશનર આજે ખુદ આપશે જવાબ

અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા આજે બપોરે તમામ નાગરિકોને લોકડાઉન સંદર્ભે શહેરીજનોના સીધા પ્રશ્નો જવાબ ટ્વિટરના માધ્યમથી આપશે. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ના ટ્વિટર હેન્ડલ પરથી લાઈવ થઈને પોલીસ કમિશનર તમામ મૂંઝવણ અને પ્રશ્નોના ઉત્તરો આપશે. જોકે પોલીસ કમિશ્નર તમામ નાગરિકો પોતાના દરેક પ્રશ્નોના જવાબ આપી શકે તે માટે અગાઉથી કોમેન્ટ બોક્સમા સવાલ લખી મોકલવા પડશે. 
અમદાવાદીઓના મૂંઝવતા સવાલોનો પોલીસ કમિશનર આજે ખુદ આપશે જવાબ

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા આજે બપોરે તમામ નાગરિકોને લોકડાઉન સંદર્ભે શહેરીજનોના સીધા પ્રશ્નો જવાબ ટ્વિટરના માધ્યમથી આપશે. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ના ટ્વિટર હેન્ડલ પરથી લાઈવ થઈને પોલીસ કમિશનર તમામ મૂંઝવણ અને પ્રશ્નોના ઉત્તરો આપશે. જોકે પોલીસ કમિશ્નર તમામ નાગરિકો પોતાના દરેક પ્રશ્નોના જવાબ આપી શકે તે માટે અગાઉથી કોમેન્ટ બોક્સમા સવાલ લખી મોકલવા પડશે. 

જમાતીઓને કારણે ભરૂચમાં ઘૂસ્યું કોરોના, મરકજમાં હાજરી આપનાર 4 પોઝિટિવ

— Ahmedabad Police (@AhmedabadPolice) April 10, 2020

શહેરીજનોને જરૂરિયાત સંદર્ભે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. કેટલાક ઈમરજન્સી સંજોગોમાં પોતાને મદદ નથી મળતી હોવાના પણ રજૂઆત સામે આવતા પોલીસ કમિશનર તેમને માર્ગદર્શન આપશે. કેવી રીતે અમદાવાદીઓ પૂછી શકશે પોતના પ્રશ્નો તેના માટે ની લિંક આ રહી https://twitter.com/AhmedabadPolice?s=09

અમદાવાદનો પહેલો કેસ, ડોક્ટરનો કોરોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ 

અમદાવાદમાં કોરોના વધ્યો
ગઈકાલ સાંજથી અત્યાર સુધી ગુજરાતમાં કોરોના (corona virus) ના 46 નવા કેસ આવ્યા છે. જેમાં અમદાવાદ કોરોનાના વિસ્ફોટ પર બેસેલુ હોય તેવુ લાગે છે. અમદાવાદમાં આજે નવા 11 દર્દીઓનો ઉમેરો થયો છે. આ સાથે જ અમદાવાદમાં કુલ દર્દીઓની સંખ્યા 153 પર પહોંચી છે. અમદાવાદના અનેક વિસ્તારો ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરાયા છે. તો સાથે જ કેટલાક વિસ્તાર બફર ઝોનમાં પણ મૂકાયા છે. અમદાવાદમાં પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવાયું છે. જેથી અમદાવાદીઓને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં પોલીસ કમિશનર ખુદ લોકોની સમસ્યાનું સોલ્યુશન લાવવાનો પ્રયાસ કશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news