10 april news News

રાજકોટ : કોરોનાના હોટસ્પોટ બનેલ જંગલેશ્વરની મસ્જિદના માઈકથી પહેલીવાર લોકોને અપીલ કરા
રાજકોટમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ ( rajkot) ના જંગલેશ્વર વિસ્તારમાં જ અત્યાર સુધી કુલ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં જંગલેશ્વર વિસ્તારમાંથી 7 પોઝિટિવ (corona virus) કેસ સામે આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોરોનોનું સેન્ટર બનેલા આ જંગલેશ્વર વિસ્તારમાં ત્રિપલ ટી સિસ્ટમ અપનાવાઈ છે. ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સિસ્ટમ અપનાવીને સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાંથી મેડિકલ કોલેજની એક્સપર્ટ ટીમ દ્વારા સેમ્પલ લેવાની શરૂઆત કરાઈ છે. જંગલેશ્વર વિસ્તાર શેરી નંબર 24 થી 31 ને ક્લસ્ટર કરી દેવામાં આવ્યા છે. ક્લસ્ટર વિસ્તારમાં લોકોની અવર જવર પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
Apr 10,2020, 14:03 PM IST
જમાતીઓને કારણે ભરૂચમાં ઘૂસ્યું કોરોના, મરકજમાં હાજરી આપનાર 4 પોઝિટિવ
ગુજરાતના કુલ 18 શહેરોમાં હાલ કોરોના (corona virus) પહોંચી ગયું છે. નિઝામુદ્દીન મરકજના જમાતીઓને (tablighi jamaat) કારણે ગુજરાતના જે વિસ્તારોમાં કોરોનાનો એકપણ કેસ ન હતો, ત્યાં પણ કોરોના પહોંચી ગયું છે. ત્યારે આ શહેરોમાં વધુ એક શહેરનો ઉમેરો થયો છે. ભરૂચમાં કોરોનાના પહેલા 4 કેસ સામે આવ્યા છે. નિઝામુદ્દીન મરકજ (Nizamuddin Markaz) માંથી પરત આવેલા 4 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ચારેય દર્દી ઈખર ગામના છે. પોઝિટિવ કેસને કારણે ભરૂચ (bharuch) નું તંત્ર દોડતું થયું. કોરોનાને લઈ આરોગ્ય વિભાગની મોડી રાતે કાર્યવાહી કરી હતી. ઇખર ગામના 10 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. 4 લોકોને સિવિલ હોસ્પિટલ અને 6 લોકોને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જોકે, 8 માર્ચે ભરૂચ સિવિલમાં દરેક 80 જમાતી રિપોર્ટ માટે આવ્યા હતા. જેમાઁથી 70ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને 4ના પોઝિટિવ આવ્યા છે. 6 લોકોના રિપોર્ટ હજી પેન્ડિંગ છે. સાંજ સુધીમાં રિપોર્ટ આવવાની શક્યતા. ત્યાં સુધી તમામ લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. 
Apr 10,2020, 13:04 PM IST

Trending news