અમદાવાદઃ નવરાત્રિ માટે પોલીસનો એક્શન પ્લાન તૈયાર, 14 એન્ટી રોમીયો સ્કોર્ડ પણ ખડેપગે

નવરાત્રિ દરમિયાન કોઈપણ અણબનાવ ન બને તે માટે પોલીસ તૈયાર છે. 
 

  અમદાવાદઃ નવરાત્રિ માટે પોલીસનો એક્શન પ્લાન તૈયાર, 14 એન્ટી રોમીયો સ્કોર્ડ પણ ખડેપગે

અમદાવાદઃ આજથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. લોકો મોડી રાત સુધી ગરબા રમવા માટે તૈયાર છે. ત્યારે પોલીસ પણ સુરક્ષાને લઈને તૈયાર છે. શહેરમાં શાંતિપૂર્વક નવરાત્રિના નવ દિવસની ઉજવણી થાય અને કોઈને મુશ્કેલી ન પડે તે માટે પોલીસે પણ પોતાનો પ્લાન તૈયાર કરી લીધો છે. જો કોઈ રોમિયો ગીરી કરતા પકડાશે તો પોલીસ કડક પગલા લેશે. આ સાથે ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે પણ પોલીસ તૈયાર છે. 

નવરાત્રિને લઈ અમદાવાદ પોલીસે એક્શન પ્લાન ઘડી લીધો છે. મહિલાઓની સુરક્ષા, ચેઈન સ્નેચિંગ, વાહન ચોરી અને પોકેટ ચોરીને રોકવા પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. મહિલા ક્રાઈમ બ્રાંચની જુદી જુદી ટીમ બનાવાઈ છે. નવરાત્રિ દરમિયાન શહેરભરમાં 12 ડીસીપી, 18 એસીપી અને 100 પીઆઈ તહેનાત રહેશે. સાથે 3 એસઆરપીની કંપની, 3500 જેટલા હોમગાર્ડના જવાનો, 8 હજાર પોલીસ કર્મીઓ અને 300 પોલીસના વાહનો બંદોબસ્તમાં રહેશે. 14 એન્ટી રોમીયો સ્કોર્ડ પણ ખડેપગે રહેશે. 

આતંકી પ્રવૃત્તિના પગલે 5 ક્વિક રિસપોન્સ ટીમ બનાવાઈ છે. મહિલાની સુરક્ષા માટે ગરબા આયોજકો નોડલ ઓફિસર પણ રાખશે. ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિકની ટીમ અલગ અલગ પોઈન્ટ પર હાજર રહેશે. અમદાવાદમાં કુલ 100 ચેકિંગ પોઈન્ટ રખાયા છે. નશો કરીને આવનારનું બ્રેથ એનલાઈઝરથી ચેકિંગ કરાશે. રાત્રે 11થી 3 વાગ્યા સુધી વૈષ્ણોદેવી સર્કલથી ઉજાલા સર્કલ સુધી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવ્યો છે. રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news