બેનની સગાઈ તૂટતાં ભાઈએ મંગેતરના લમણે મારી ગોળી, સાણંદમાં રૂવાટા ઉભા કરે તેવી ઘટના
Ahmedabad News: બેનની સગાઉ તૂટતા ભાઈએ કર્યું ફાયરીંગ, બહેનના પૂર્વ મંગેતરના લમણા પર ફાયરીંગ કરી ફરાર થયેલા ભાઈની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનાની જાણ થતાં સાણંદ GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય LCBએ પકડેલા વ્યક્તિનું નામ અરમાન કુરેશી છે, જેણે ગઈ તારીખ 5 મી માર્ચના રોજ બપોરના સમયે સાણંદ GIDCના ગેટ પાસે ફરદીન પઠાણ પર દેશી તમંચાથી એક રાઉન્ડ કપાળના ભાગે ફાયરીંગ કરી ફરાર થઇ ચુક્યો હતો. જે બાદ ઇજાગ્રસ્ત ફરદીન પઠાણને તેના પિતા દિલાવર ખાન પઠાણ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જતા પ્રાથમિક સારવાર શરૂ કરાઈ હતી. આ ઘટનાની જાણ થતાં સાણંદ GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
અમદાવાદ જિલ્લા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક થી દોઢ વર્ષ પહેલાં આરોપી અરમાન કુરેશીની બહેનની સગાઈ ઇજાગ્રસ્ત ફરદીન પઠાણ સાથે સામાજિક રીતરિવાજો સાથે કરવામાં આવી હતી. સગાઈના થોડા સમય બાદ તોડી નાખવામાં આવી હતી. જેના પાછળનું કારણ પોલીસની તપાસમાં સામે આવ્યું કે ઇજાગ્રસ્ત ફરદિન પઠાણ અને તેના પિતા દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને ફરીયાદો નોંધાયેલી હોવાનું જાણ થતાં સગાઈ તોડવામાં આવી હતી. ત્યારે સગાઈ તોડ્યા બાદ બંને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલ્યું આવતું હતું. જે દરમિયાન ગઈ તારીખ 5મી માર્ચના સાણંદ GIDC પાસે બંને આમને સામને થઈ જતા ઝઘડો થતા આરોપી અરમાન કુરેશીએ ગુસ્સામાં આવી ફરદીન પઠાણ પર ફાયરીંગ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
ફાયરિંગનો બનાવ બનતાંની સાથે અમદાવાદ જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીને સાણંદમાંથી દબોચી લેવામાં આવ્યો છે. જોકે આરોપી સાથે ગુનામાં સામેલ અન્ય આરોપી જેનું નામ આરીફ પઠાણ જે પોલીસ પકડથી દુર છે, ત્યારે અમદાવાદ જિલ્લા પોલીસે આરોપી હથિયાર ક્યાંથી લાવ્યા અને અત્યારે હથિયાર ક્યાં છુપાવ્યું છે તે અંગે તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે