હવે સોના સાથે સરખાશે ગુજરાતના ખેડૂતોના પરસેવાનો મોલ! ગોલ્ડ લોનની જેમ મળશે પાક લોન

Gujarat Farmers: ઈ-ઉપજ કિસાન નિધિઃ ખેડૂતો માટે નવી સુવિધા અમલી બનશે. પાકને વેરહાઉસમાં જમા કરાવી તેની સામે લોન મેળવવા માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. સાકાર થશે ગુજરાતના ખેડૂતોના સોનેરી સપના! લાખો ખેડૂત પરિવારોને મળશે લાભ.

હવે સોના સાથે સરખાશે ગુજરાતના ખેડૂતોના પરસેવાનો મોલ! ગોલ્ડ લોનની જેમ મળશે પાક લોન

Agriculture News: ગુજરાતના ખેડૂતો માટે સૌથી મહત્ત્વના છે આ સમાચાર. આ માહિતીથી બદલાઈ શકે છે ગુજરાતના લાખો ખેડૂત પરિવારોનું જીવન ધોરણ. હવે ખેડૂતોને મળી શકે ગોલ્ડ લોનની જેમ તેમના પાક પર લોન. પાકને ખેતરમાં કે ઘરમાં રૂમો રાખીને મુકી રાખવાની જરૂર નથી. હવે ખેડૂતો પોતાના પાકને વેરહાઉસમાં મુકીને તેના પર લઈ શકે છે લોન.

હવે ગોલ્ડ લોનની જેમ મળશે પાકની લોનઃ
ખેડૂતોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવા અને લણણી બાદ પાકની સાચવણીની ઝંઝટમાંથી મુક્તિ અપાવવા, ભાવ જવારે પોષાય એવા હોય ત્યારે કૃષિ ઉપજ વેચવાની સવલત આપવા અને આ પાક વેરહાઉસમાં જમા રહે ત્યાં સુધી તેની સામે ખેડૂતો લોન મેળવી શકે તે માટે ઈ-ઉપજ કિસાન નીધિ નામનું એક ખાસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોને લોન સંબંધી તમામ માહિતી રહેશે. 

સામાન્ય રીતે અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે, લણણી બાદ ખેડૂતોને પાકની સાચવણીની ચિંતા રહેતી હતી. જેથી પેદાશો બગડી જવાના ડરે ધરતીપુત્રો ખોટ ખાઈને સસ્તા ભાવે પણ કૃષિ ઉપજો વેચી દેતા હતા. તેમને આવા શોષણમાંથી મુક્તિ અપાવવા સેવામાં મુકાયેલું ડિજિટલ પ્લેટફોર્મ થણું ફાયદાકારક નિવડી શકે તેમ છે.

પાક પર કઈ રીતે લઈ શકાશે લોન?
1) ડબ્લ્યુડીઆરએની માન્યતા પ્રાપ્ત દેશના ૫,૬૦૦ વેરહાઉસમાં પેદાશો જમા કરાવી શકાશે.
2) પેદાશો સાચવી રાખવા પેટે વેરહાઉસ ક્વિન્ટલદીઠ ३.७ 1 નો ચાર્જ વસુલાશે.
3) વેરહાઉસમાં સ્ટોરેજ પેટે ઈલક્ટ્રોનિક નેગોશિયેબલ વેર હાઉસિંગ રિસિપ્ટ (ઈ-એનડબ્લ્યુઆર) મળશે.
4) આ રિસિપ્ટના આધારે બેંકો ૭ 4 ટકાના દરે ૬ મહિના માટે લોન આપશે.

સરકારે લોન્ચ કર્યું ડિજિટલ પોર્ટલઃ
સરકારે સોમવારે આ ડિજિટલ ગેટ-વે પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલનો ઉપયોગ કરી વેર હાઉસિંગ ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી એથોરિટી (ડબ્લ્યુડીઆરએ) તેના દેશભરમાં આવેલા 5,600 વેરહાઉસમાં ખેડૂતો તેમનો પાક સાચવણી માટે જમા કરાવી કરશે. આ પાક જમા કરાવવામાં આવે તેની સામે ખેડૂતને ઈલક્ટ્રોનિક નેગોશિયેબલ વેર હાઉસિંગ રિસિપ્ટ (ઈ-એનડબ્લ્યુઆર) આપવામાં આવશે. આ રિસિપ્ટ બેંકમાં રજુ કર્યેથી આગામી સીઝન માટે ૬ મહિનાના સમયગાળા માટે ૭ ટકાના દરે લોન પણ મળશે. વેર હાઉસ પાકની સાચવણી માટે ખેડૂતો પાસેથી માસિક ધોરણે ક્વિન્ટલ દીઠ રૂ. ૭નો નજીવો ચાર્જ વસૂલશે.

હાલમાં ખેડુતોને વેરહાઉસમાં પાકને જમા કરાવવામાં આવે ત્યારે તેના મૂલ્યના ૧ ટકા જેટલી સિક્યુરીટી ફી પણ ચુકવવી પડી છે. કેન્દ્ર સરકારે આ સિક્યુરીટી ફ્રી વેઇવ કરવા માટે પણ ડબ્લ્યુઆરએને અનુરોધ કર્યો છે. જે અંગે ટુંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે. નવા પોર્ટલ પર બેંકો તરફથી ઓફર કરાનારા વિવિધ લોન અંગે પણ ખેડૂતોને માહિતી મળી રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news