અમદાવાદ આવેલા સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીનું મોટુ નિવેદન, જુઓ શું કહ્યું

Ahmedabad News : અમદાવાદમાં ઇન્ડીયન મુસ્લીમ ફોર સિવિલ રાઇટ સ્ટેટ લેવલ કોન્ફરન્સ યોજાઈ... બિન સાંપ્રદાયિક હિન્દુ સમાજમાં લોકો સાચી વાતમાં મુસ્લિમ સમાજ સાથે ઉભા રહે છે તેવો મેસેજ આ કોન્ફરન્સ દ્વારા વહેતો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો

અમદાવાદ આવેલા સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીનું મોટુ નિવેદન, જુઓ શું કહ્યું

Muslim Conference ગૌરવ પટેલ/અમદાવાદ : અમદાવાદમાં ઈન્ડિયન મુસ્લીમ ફોર સિવિલ રાઇટ સ્ટેટ લેવલ કોન્ફરન્સ યોજાઈ. આ કોન્ફરન્સમાં સલમાન ખુર્શીદ, અબુ આઝમી સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. આ કોન્ફરન્સમાં સમાજવાદી પાર્ટીના મોટા નેતા અબુ આઝમીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમારી કોમના કેટલાક લોકો એ લોકોના તળિયા ચાટે છે. એવા લોકોના તળિયા ચાટે છે જે અમારી કોમને બરબાદ કરવા માગે છે. મુસલમાન દેશના ભાડુઆત નહીં, દેશના માલિક છે. 

અમદાવાદમાં ઇન્ડીયન મુસ્લીમ ફોર સિવિલ રાઇટ સ્ટેટ લેવલ કોન્ફરન્સ યોજાઈ. ‘કોન્સ્ટિટ્યુશનાલિઝમ એન્ડ સેક્યુલારીઝમ ઇઝ ધ રોડ અહેડ’ વિષય પર યોજાયેલી કોન્ફરન્સમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી. બંધારણના અધિકાર લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસના ભાગ રૂપે કોન્ફરન્સનું આયોજન કારયુ હતું. જેમાં દેશની વર્તમાન સ્થિતિમાં મુસ્લિમ અને હિન્દુ ખભેખભા મીલાવી સાથે રહે તે ઉદ્દેશ્ય આ કોન્ફરન્સનો હતો. મુસ્લિમ સમાજ કાયદો હાથમાં ન લઇ ન્યાય પર ભરોસો રાખે તે કોન્ફરન્સ થકી અપીલ કરવામાં આવી. તેમજ બિન સાંપ્રદાયિક હિન્દુ સમાજમાં લોકો સાચી વાતમાં મુસ્લિમ સમાજ સાથે ઉભા રહે છે તેવો મેસેજ આ કોન્ફરન્સ દ્વારા વહેતો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ કોન્ફરન્સમાં કોંગ્રસના નેતા સલમાન ખુર્શીદ, સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમી સહિતના નેતાઓએ પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા. તો કોંગ્રેસના સિનિયર લીડરને કોન્ફરન્સમાં આમંત્રિત કરાયા હતા. 

આ કોન્ફરન્સમાં સમાજવાદી પાર્ટીના મોટા નેતા અબુ આઝમીએ કહ્યું કે, અમારી કોમના કેટલાક લોકો એ લોકોના તળિયા ચાટે છે. એવા લોકોના તળિયા ચાટે છે જે અમારી કોમને બરબાદ કરવા માગે છે. મુસલમાન દેશના ભાડુઆત નહીં, દેશના માલિક છે. તો સાથે જ અબુ આઝમીએ અન્ય રાજકીય પક્ષો પર આડકતરી રીતે પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, એ લોકો મત મેળવવા માગે છે પણ મુસલમાનોને મજબુર રાખશે. મુસલમાન કેટલું સહન કરશે. 

આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે જણાવ્યું કે, બુલડોઝર આજે ઓપરેશનનું પ્રતીક બની ગયું છે. રુલ ઓફ લોની જગ્યાએ રૂલ ઓફ બુલડોઝરનો સ્વીકાર નહી કરીએ. મુઝફ્ફરનગરની ઘટના અંગે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાશે. કોઇ પણ બાળક પર પ્રહાર એટલે દેશના ભવિષ્ય પર પ્રહાર છે. 

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં માન્યતા પ્રાપ્ત સરકારી સ્કૂલનો ખળભળાટ મચાવતો વીડિયો સામે આવ્યો છે... જે શિક્ષાના મંદિરને શર્મસાર કરી રહ્યો છે... આ વીડિયો જોઈને દરેક લોકોના મનમાં ગુસ્સાની ભારોભાર લાગણી છે.... કેમ કે જે ગુરુને આપણા માતા-પછી પછી સૌથી વધારે મહત્વ આપતાં હોય તે જ ગુરુ જો બધા વિદ્યાર્થીઓ પાસે વિદ્યાર્થીને થપ્પડ મરાવી રહ્યા છે.... વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા શિક્ષક ખુરશીમાં બેઠેલા છે અને તેમની સામે એક રડતો નિર્દોષ વિદ્યાર્થી ઉભો છે.... ત્યારબાદ શિક્ષકના આદેશ પર એક પછી એક એમ 5 વિદ્યાર્થીઓ ઉભા થાય છે અને ઉભા રહેલા વિદ્યાર્થી પર થપ્પડનો વરસાદ કરે છે.... આ વીડિયોમાં માર ખાઈ રહેલો વિદ્યાર્થી મુસ્લિમ હોવાનું સામે આવ્યું છે... આ વીડિયો વાયરલ થયા પછી મહિલા શિક્ષક સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.... વીડિયો વાયરલ થયા પછી સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી, AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે....   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news