Ahmedabad Draft Budget 2022-23: ગરીબ બાળકોને સ્માર્ટ ફોન, 7 અત્યાધુનિક સ્કૂલો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જાણો મહત્ત્વની જાહેરાત
બજેટમાં કેટલી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં માર્ચ-એપ્રિલમાં ગરીબ બાળકોને સ્માર્ટ ફોન આપવાની વાત છે. આ સિવાય 2022-23માં 8 અંગ્રેજી માધ્યમની શાળાઓ બનાવવાનો નિર્ણય કરાયો છે. સ્કૂલ બોર્ડ 4 કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ પણ બનાવાશે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation Ahmedabad )દ્વારા સંચાલિત થતી શાળાઓ માટે બજેટ ડ્રાફ્ટ બજેટ (draft budget 2022-23) રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજે 893 કરોડના બજેટમાં અનેક મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. બજેટમાં AMC સ્કૂલ બોર્ડ સમિતિના (Nagar Primary Education Committee) ચેરમેન અને સભ્યો સાથે DEO હાજર રહ્યા હતા. ડ્રાફ્ટ બજેટમાં વધુ 6 કરોડના વધારા સાથે મંજૂર કરાયું હતું. આ સાથે જ સ્કૂલ બોર્ડના સત્તાધીશોએ 893 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લબ્ધીર દેસાઈએ રજૂ કર્યું હતું.
બજેટમાં કેટલી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં માર્ચ-એપ્રિલમાં ગરીબ બાળકોને સ્માર્ટ ફોન આપવાની વાત છે. આ સિવાય 2022-23માં 8 અંગ્રેજી માધ્યમની શાળાઓ બનાવવાનો નિર્ણય કરાયો છે. સ્કૂલ બોર્ડ 4 કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ પણ બનાવાશે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું વર્ષ 2022-23 નું બજેટ 6 કરોડના વધારા સાથે મંજૂર કરાયું છે. જેમાં બાળકો માટે કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ડ્રાફ્ટ બજેટમાં ગરીબ અને શિક્ષણથી વંચિત રહી જતા બાળકો પર ખાસ ભાર મુકાયો હોવાનું જણાઈ રહ્યું છે. જેના કારણે સ્કૂલબોર્ડની શાળામાં અભ્યાસ કરતા 5 હજાર ગરીબ બાળકોને સ્માર્ટફોન આપવાનો નિર્ણય લેવાયો છે. માર્ચ - એપ્રિલ મહિનામાં ગરીબ બાળકોને સ્માર્ટ ફોન આપવામાં આવશે.
સ્કૂલ બોર્ડના ચેરમેન સુજોય મહેતાએ કહ્યું હતું કે કોરોનાના કારણે ફરી શાળાઓમાં શિક્ષણ બંધ થતાં હાલ 85 ટકા બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. અનેક એવા વિદ્યાર્થીઓ કે જે ઓનલાઇન શિક્ષણનો લાભ લઇ શકતા નથી તેવા 5 હજાર વિદ્યાર્થીઓને પ્રાયોગિક ધોરણે ચિહ્નિત કરાશે. વાલીઓની માંગ અને ક્રેઝને જોતા સ્કૂલબોર્ડ દ્વારા વર્ષ 2022-23 માં 8 અંગ્રેજી માધ્યમની શાળાઓ બનાવશે. સ્કૂલબોર્ડ દ્વારા 4 કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે.
ગુજરાતમાં આગામી દિવસો ખુબ જ ભારે! કેવી રહેશે ઉત્તરાયણ? જાણો હવામાન વિભાગની આગાહી
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનું બાળક આગામી સમયમાં રમતમાં પણ પાછળ ના રહે તે માટે વિદ્યાર્થીઓને ખાસ તૈયાર કરાશે. વિદ્યાર્થીઓને ખેલશે અમદાવાદ અંતર્ગત રમતો અંગે કોચિંગ સ્કૂલ બોર્ડની શાળાઓમાં મળે તે માટે 25 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. ફાયર સેફટી અને RO પાણી માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ડ્રાફ્ટ બજેટમાં 559 કરોડ 11 લાખ જેટલી સરકારી ગ્રાન્ટ અને 327 કરોડ 88 લાખ જેટલી કોર્પોરેશન ગ્રાન્ટ આપવામાં આવશે, જ્યારે શહેરમાં હજુ 7 અત્યાધુનિક ટેકનોલોજી વાળી અનુપમ સ્કૂલો તૈયાર કરવામાં આવશે.
હાલમાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 122 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ફિટ ઇન્ડિયા અંતર્ગત રમત ગમતના અત્યાધુનિક સાધનો પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, AMC સંચાલિત સ્કૂલબોર્ડ હસ્તક 6 માધ્યમની 443 શાળાઓ, જેમાં 1,59,029 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમજ 3999 શિક્ષકો કાર્યરત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે