મોજ કરો! નવરાત્રીમાં જ અમદાવાદમાં દોડતી થઈ જશે મેટ્રો ટ્રેન! સાવ સસ્તું છે ભાડું
Ahmedabad Metro Train: અમદાવાદીઓ માટે મોટી ખુશખબર મળી રહી છે. અમદાવાદમાં નવરાત્રીમાં જ મેટ્રોના બંને ફેઝ શરૂ કરવાની તૈયારીઓ થઈ ચુકી છે. તંત્ર દ્વારા આ તૈયારીઓને હાલ આખરી ઓપ અપાઈ રહ્યો છે. એ જ કારણ છેકે, મેટ્રોની કામગીરી હાલ રોકેટ ગતિએ ચાલી રહી છે. બીજી તરફ લાંબા સમયથી રાહ જોઈને બેસેલાં અમદાવાદીઓ પણ હવે મેટ્રોની સવારી કરવા માટે પુરી રીતે તૈયાર છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, હવે એ આતુરતાનો અંત આવશે. સૂત્રો પાસેની મળતી માહિતી મુજબ નજીકના સમયમાં એટલેકે, નવરાત્રીની આસપાસ જ અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. શક્યતા છેકે, નવરાત્રિ દરિમાયન જ ગરબે ગુમતા ગુમતા અમદાવાદીઓ મેટ્રો ટ્રેનના સફરની પણ મજા માણી શકે.
અમદાવાદીઓ માટે મોટી ખુશખબર મળી રહી છે. અમદાવાદમાં નવરાત્રીમાં જ મેટ્રોના બંને ફેઝ શરૂ કરવાની તૈયારીઓ થઈ ચુકી છે. તંત્ર દ્વારા આ તૈયારીઓને હાલ આખરી ઓપ અપાઈ રહ્યો છે. એ જ કારણ છેકે, મેટ્રોની કામગીરી હાલ રોકેટ ગતિએ ચાલી રહી છે. બીજી તરફ લાંબા સમયથી રાહ જોઈને બેસેલાં અમદાવાદીઓ પણ હવે મેટ્રોની સવારી કરવા માટે પુરી રીતે તૈયાર છે.
અમદાવાદમાં આ નવરાત્રી દરમિયાન જ મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે. આ માટે તંત્ર દ્વારા જરૂરી તમામ કામગીરીને યુદ્ધને ધોરણે હાથ ધરી દેવામાં આવી છે. જેથી હવે અમદાવાદીઓ નવરાત્રીથી મેટ્રો ટ્રેનનો લાભ લઈ શકશે. એટલું જ નહીં ખુદ પ્રધાનમંત્રી મોદીના હસ્તે મેટ્રોનું લોકાર્પણ થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ મેટ્રો ટ્રેન ફેઝ-1નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે. મેટ્રો ટ્રેનના ફેઝ-1માં 2 કોરિડોર હશે. જેમાં કોરિડોર-1માં APMCથી મોટેરા સ્ટેડિયમ સુધી ટ્રેન દોડશે તો કોરિડોર-2માં થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડશે. જોકે મેટ્રો ટ્રેનનું મહત્તમ ભાડું 25 હશે. તો તમે પણ હવે અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા થઈ જાવ તૈયાર. અમદાવાદને આ નવરાત્રીમાં મેટ્રો ટ્રેનની ગીફ્ટ મળશે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન ફેઝ-1 નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે. જેને લઈ હવે ટૂંક સમયમાં જ અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. મેટ્રો ટ્રેનના ફેઝ-1માં 2 કોરિડોર હશે. જેમાં APMCથી મોટેરા સ્ટેડિયમ અને થલતેજથી વસ્ત્રાલ સુધી આ સેવ શરૂ થશે.
મેટ્રો ટેનનુ ભાડું કેટલું હશે?
નવરાત્રીએ શરૂ થનારી મેટ્રો ટ્રેનના ફેઝ-1માં 2 કોરિડોર હશે. જેમાં કોરિડોર-1માં APMC થી મોટેરા સ્ટેડિયમ સુધી અને કોરિડોર-2 માં થલતેજ થી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુજબ મેટ્રો ટેનનુ વધુમાં વધુ ટિકિટ રૂ.25 થી 30 રૂપિયા હશે. આ સાથે એપીએસીથી વસ્ત્રાલ સુધીનુ ભાડુ રૂ.25 થી 30 હશે તો થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીની ટિકિટ રૂ.25 થી 30 હશે. આ તરફ અલગ અલગ સ્ટેશનની ટિકિટ 10 થી 20 રૂપિયા હોઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે