VIDEO: અમદાવાદમાં આજથી મેટ્રો રૂટ પર વધુ એક સ્ટેશન કાર્યરત

 અમદાવાદ મેટ્રો ટ્રેનના હાલમાં કાર્યરત સાડા છ કીલોમીટરના રૂટ પર આખરે ચોથુ સ્ટેશન કાર્યરત કરી દેવાયુ છે. આમ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6.5 કીમીના રૂટ પર આવેલા છ પૈકીના 4 સ્ટેશનો મુસાફરો માટે ખુલ્લા મુકી દેવાયા છે. અમરાઇવાડી સ્ટેશન લોકો માટે ખુલ્લું મુકાયુ છે. હજી પણ વસ્ત્રાલ અને રબારી કોલોની એમ બે સ્ટેશનોનું કામ ચાલી રહ્યુ છે, જે વહેલી તકે પૂર્ણ કરી દેવાશે. 

VIDEO: અમદાવાદમાં આજથી મેટ્રો રૂટ પર વધુ એક સ્ટેશન કાર્યરત

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: મેટ્રો ટ્રેનના હાલમાં કાર્યરત સાડા છ કીલોમીટરના રૂટ પર આખરે ચોથુ સ્ટેશન કાર્યરત કરી દેવાયુ છે. આમ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6.5 કીમીના રૂટ પર આવેલા છ પૈકીના 4 સ્ટેશનો મુસાફરો માટે ખુલ્લા મુકી દેવાયા છે. અમરાઇવાડી સ્ટેશન લોકો માટે ખુલ્લું મુકાયુ છે. હજી પણ વસ્ત્રાલ અને રબારી કોલોની એમ બે સ્ટેશનોનું કામ ચાલી રહ્યુ છે, જે વહેલી તકે પૂર્ણ કરી દેવાશે. 

અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ઇસ્ટ વેસ્ટ કોરીડોર પરના ચોથા સ્ટેશન અમરાઇવાડી મેટ્રો સ્ટેશનને મુસાફરો માટે ખુલ્લું મુકવામાં આવ્યુ. હાલમાં કાર્યરત કુલ 6.5 કીમીના રૂટ પર આ પહેલા વસ્ત્રાલ ગામ, એપરલ પાર્ક અને નિરાંત ચોકડી એમ ત્રણ સ્ટેશનો કાર્યરત કરાયા છે. જે બાદ હવે અમરાઇવાડી સ્ટેશનને પણ ખુલ્લુ મુકવામાં આવ્યું. જ્યારે હજી પણ આજ રૂટ પરના વસ્ત્રાલ અને રબારી કોલોની સ્ટેશન ઉપયોગ માટે ખુલ્લા મુકવાના બાકી છે. નોંધનીય છે કે ગત ચોથી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેમના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ મેટ્રોની શરૂઆત કરાઇ હતી. તે સમયે સાડા છ કીલોમીટરના રૂટ પરના વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક એમ પહેલા અને છેલ્લા સ્ટેશનને જ કાર્યરત કરાયા હતા. આજે મેટ્રોના કેટલાક અધિકારી અને અન્ય આમંત્રીતોની ઉપસ્થિતિમાં અમરાઇવાડી સ્ટેશને 11.14 કલાકે પ્રથમ ટ્રેન રોકાઇ. જેને એપરલ પાર્ક તરફ રવાના કરાવીને સ્ટેશનને કાર્યરત કરાયુ.

મેટ્રો ટ્રેનમાં સફર કરવા માટે લોકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો ખાસ ટીકીટ લઇને પણ ટ્રેનમાં બેસવા માટે આવી રહ્યા છે. નોંધનીય છે કે લોકાપર્ણ થયાના 10 દિવસ સુધી લોકો માટે વિનામુલ્યે મુસાફરીનો નિર્ણય કરાયો હતો. જે બાદ 16મી માર્ચથી ટિકીટના દર લાગુ પડતા મુસાફરોએ ટીકીટ લઇને મુસાફરી કરવી પડે છે.

એક નજર કરીએ અત્યાર સુધીના નિઃશુલ્ક મુસાફરી કરનારા અને ટિકીટ લઇને મુસાફરી કરનારા લોકોના આંકડા પર...

ચોથી માર્ચ થી 14 માર્ચ સુધી કુલ 75917 લોકોને મેટ્રોની મજા માણી હતી. જેમાં 43706 લોકોએ વસ્ત્રાલ ગામથી અને 10597 લોકોએ એપરલપાર્કથી ટ્રેનમાં બેસવાનો લ્હાવો લીધો હતો. એપ્રિલમાં કુલ 35000 લોકોને ટિકીટ મેળવીને મેટ્રોની સવારીનો અનુંભવ કર્યો હતો. જેમાં 17033 વસ્ત્રાલ ગામ સ્ટેશનેથી, 2181 નિરાંત ચોકડી સ્ટેશનેથી અને 15786 મુસાફરો એપરલપાર્ક સ્ટેશનેથી ટિકીટ મેળવીને ટ્રેનમાં બેઠા હતા.મે મહીનાની વાત કરીએ તો 17 મે સુધીમાં કુલ 38169 લોકોએ મેટ્રોનો આનંદ લીધો છે. જેમાં 21241 લોકો વસ્ત્રાલ ગામ સ્ટેશનેથી જ્યારે 16028 લોકો એપરલપાર્ક સ્ટેશનેથી ટિકીટ લઇને મેટ્રો ટ્રેનમાં બેઠા છે.

મેટ્રો પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ માહિતી પર ફેરવો એક નજર....

- રૂ. 10773 કરોડના ખર્ચે ફોઝ-1માં 39.25 કિલોમીટરમાં તૈયાર થશે

- 20.73 કિ.મી. લાંબો ઈસ્ટ-વેસ્ટ કોરિડોર, જેમાં 14.40 એલિવેટેડ કોરિડોર

- 6.33 કિ.મી. લાંબી ટનલ એપરલ પાર્કથી શાહપુર વચ્ચે

- એપરલ પાર્ક ખાતે 7 એકરમાં વિશાળ ડેપો બનાવાયો છે

- ડ્રાઇવર લેસ પધ્ધતીથી ચાલશે ટ્રેન, અત્યાધુનિક સુવિધાઓ

- સીસીટીવી કેમેરા, ઇમરજન્સી એક્ઝીટ સહીત સુરક્ષા સુવિધા

- 3 કોચમાં મળી 1017 મુસાફરો સમાવવાની ક્ષમતા

- 30 કીમી પ્રતિકલાકની ઝડપે દોડાવાશે ટ્રેન

- મહત્તમ 90 કીમી પ્રતિકલાકની ઝડપથી દોડી શકે છે ટ્રેન

- વસ્ત્રાલ થી એપરલ પાર્ક વચ્ચેનું કામ પૂર્ણતાના આરે

- એપરલ પાર્કથી કાલુપુર તરફ મેટ્રો રૂટ અન્ડરગ્રાઉન્ડ બને છે.

- 18.25 કિ.મી.લાંબો નોર્થ સાઉથ એલિવેટેડ કોરિડોર

- ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ કોરીડોર મળી કુલ 40 કીલોમીટરનો રૂટ

- 33 કીલોમીટરનો એલીવેટેડ રૂટ, જ્યારે 7 કીમીનો અંડરગ્રાઉન્ડ રૂટ

- ઇસ્ટ-વેસ્ટ કોરીડોરના 7 કીમીમાં કુલ 4 અંડરગ્રાઉન્ડ સ્ટેશન

- 40 કીમીના આખા કોરીડોરમાં 32 સ્ટેશન થશે કાર્યરત

- ઓવરહેડ ઇલેક્ટ્રીક લાઇનના બદલે થર્ડ રેલ સિસ્ટમથી મળશે પાવર

- રેલ્વે ટ્રેકને સમાંતર ઇસ્ટોલ કરાઇ થર્ડ રેલ પાવર સિસ્ટમ

- જુની હાઇકોર્ટ નીચે બે રૂટ માટેનું ઇન્ટર ચેન્જ સ્ટેશન બનશે

- કોટ વિસ્તારની નીચી કામ થતુ હોવાથી ખાસ ધ્યાન અપાય છે

- 400 જેટલી ઇમારતોનું સતત કરાઇ રહ્યુ છે નિરીક્ષણ..
.
- કાલુપુર ખાતે મેટ્રો, બુલેટ ટ્રેન અને વર્તમાન ટ્રેનનો થશે સમન્વય

- 6.40 કિલોમીટર લાંબી બન્ને ટનલ વચ્ચે લગભગ 6.50 મીટર અંતર રહેશે

- કાલુપુર ખાતે બે ટનલની જુદી-જુદી કામગીરી ચાલી રહી છે.

- 2.40 કિલોમીટર રૂટ પર 1.65 કિલોમીટર લાંબી ટનલ બનાવાશે

- 260 મીટરનું સ્ટેશન કાંકરિયા ખાતે બનાવાશે

- 220 મીટરનું સ્ટેશન કાલુપુર ખાતે બનાવાશે

- 3.30 કિલોમીટર લાંબી ટનલ કાલુપુરથી શાહપુર સુધી તૈયાર કરાશે

- 300થી 350 મીટર અંતરે ટનલમાં હવાની અવર જવર માટે વેન્ટિલેશનની સુવિધા

- 1.20થી 1.40 મીટર લાંબા અને 275 મિલીમીટરની થિકનેસ ધરાવતા સેગમેન્ટ

- 6.35 મીટર ટનલની બહારનો ડાયામીટર

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news