કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ગામડાઓમાં મેડિકલ કેમ્પ કરી લોકોને ફસાવવામાં આવતા હતા. લોકોને મેડિકલ કેમ્પ કરી ડરાવી-ધમકાવી ખોટા ઓપરેશન કરાવી દેવામાં આવતા હતા. ડોક્ટરો અને હોસ્પિટલના સંચાલકોએ માનવતા નેવે મૂકી હોસ્પિટલને લૂંટની હોસ્પિટલ બનાવી દીધી હતી.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક એવા એવા કારનામા ખુલી રહ્યા છે જેની કલ્પના પણ ન કરી શકાય. હોસ્પિટલ પણ આવું કરે તેવો માર્મિક પ્રશ્ન લોકોને થઈ રહ્યો છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આ હોસ્પિટલે જાણે કત્લેઆમ મચાવ્યું છે. કડી તાલુકાના અનેક ગામમાં હોસ્પિટલના કસાઈઓએ કેમ્પ કર્યા હતા...તમે અગાઉના અહેવાલમાં જોયું કે જેને જરૂરિયાત નહતી તેમના પણ ઓપરેશન કરીને તેમને નિરોગીમાંથી રોગી બનાવી દીધા...પણ કડીના વધુ એક ગામમાં તો રોજ ત્રણ કિલોમીટર ચાલતા એક વૃદ્ધને ખોટી એન્જિયોગ્રાફી કરીને હંમેશા માટે સુવડાવી દીધા...જુઓ ખ્યાતિના ગોરખધંધાનો વધુ એક અહેવાલ....
ખ્યાતિના કસાઈઓએ લીધો વૃદ્ધનો જીવ
નિરોગી વૃદ્ધને ઓપરેશન કરીને આપ્યું મોત
રોજ 3 KM ચાલતા વૃદ્ધને પતાવી દીધા!
ખોટી એન્જિયોગ્રાફીથી મોત મળ્યાનો આક્ષેપ
આ કરુણ દ્રશ્યોના સર્જનહાર બીજુ કોઈ નહીં પણ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ છે. એ હોસ્પિટલ જેના કસાઈ જેવા સંચાલકો અને ડૉક્ટર્સે માનવતા ભૂલી પૈસા માટે ભોળા લોકોને ચીરી નાંખ્યાં...ખોટા ઓપરેશન કર્યા...અને ખોટા ઓપરેશનને કારણે એ નિર્દોષ લોકો મોતને ભેટ્યા...મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા વાઘરોડા ગામનો આ ઠાકોર પરિવાર છે. પરિવારના મોભી ફતાજી ઠાકોર ખ્યાતિ હોસ્પિટલના પાપે હવે આ દુનિયામાં નથી રહ્યા....એકદમ નિરોગી અને રોજ ત્રણ કિલોમીટર ચાલતા ફતાજીને સારણ ગાંઠ હતી...પણ ખ્યાતિના કસાઈઓએ એન્જિયોગ્રાફી કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા તેવો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે.
આવા અનેક નિર્દોષ લોકો છે જેઓ ખ્યાતિ હોસ્પિટલની પાપલીલાનો ભોગ બન્યા છે. પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો...તેમના અવાજ અને વેદનાને સરકાર સુધી પહોંચાડવા માટે ઝી 24 કલાકની ટીમ વઘરોડા ગામ પહોંચી હતી....મૃતક ફતાજી ઠાકોરના પૌત્રએ પોતાના દાદા સાથે બનેલી ઘટના વર્ણવી...પરંતુ પૈસા ખંખેરવા માટે ખ્યાતિના કસાઈઓએ આ ગામમાંથી અન્ય પણ કેટલાય લોકોને લઈ ગયા હતા...
ખ્યાતિના સંચાલકો અને ડૉક્ટર્સ એટલા મહાન છે કે તેઓ કોઈનું પણ ભવિષ્ય ભાંખી શકે છે. રોગ ન થયો હોય તો પણ દવા કરી દે અને દર્દીઓને એવો ડર બતાવે કે તમારે અમુક સમય પછી આવું થશે ને પેલું થશે...આવી જ રીતે ખોટા ઓપરેશન કરીને પોતાના ખિસ્સા તો ખ્યાતિના સંચાલકોએ ભરી લીધા...પણ જે પરિવારોને ઉજાળ્યા તેનું શું?
ખ્યાતિના કસાઈ હાલ તો જેલમાં છે. પૈસા અને વગને કારણે કદાચ થોડા સમય પછી છૂટી પણ જશે. પરંતુ આ કસાઈઓને ભગવાન ક્યારેય માફ નહીં કરે. કુદરત હોસ્પિટલના ડૉક્ટર્સ અને સંચાલકોને એવી સજા આપશે કે જેમાં દર્દ સિવાય બીજું કશું જ નહીં હોય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે