સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, કામ ન થતાં લોકોમાં ભારે આક્રોશ

સરકાર અને સરકારી બાબુઓ લોકોને સહકાર આપવા વિનંતીઓ કરી રહ્યા છે. જનતા સહકાર પણ આપી જ રહી છે. પરંતુ જે વ્યવસ્થા સુધારવાની જરૂર છે તે વ્યવસ્થા બાબુઓ ક્યારે સુધારશે તે સવાલ છે.  અવ્યવસ્થાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તે સરકારે સમજવું જોઈએ. 
 

 સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, કામ ન થતાં લોકોમાં ભારે આક્રોશ

અમદાવાદઃ સરકાર નિયમો બનાવે છે પરંતુ યોગ્ય આયોજન વગર બનાવવામાં આવતા નિયમોથી હેરાનગતિ પ્રજાને થાય છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાશન કાર્ડ KYCની માથાકુટ ચાલી રહી છે. ગરીબ પ્રજાને કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવું પડે છે. સેન્ટરોની બહાર લાંબી લાઈનો લગાવ્યા બાદ પણ કામ થતું નથી...ત્યારે કેવી છે KYCની આ માથાકુટ?...જુઓ આ અહેવાલમાં....

સરકાર અને સરકારમાં બેઠેલા ભણેલા ગણેલા ઉચ્ચ અધિકારીઓ કેવું આયોજન વગરનું કામ કરે છે તેના આ જીવતા પુરાવા છે. સમગ્ર ગુજરાતમાં આ જ પ્રકારે સેન્ટરોની બહાર લાંબી લાઈનો લાગેલી છે. થોડા સમય પહેલા સરકારે રાશન કાર્ડમાં KYC ફરજિયાત કર્યું. જે રાશન કાર્ડ KYC કરેલું નહીં હોય તેને રાશન નહીં મળે તેવું કહેવામાં આવતાં મોટી સંખ્યામાં લોકો KYC કરાવવા માટે લાઈનો લગાવીને ઉભા છે...પરંતુ ક્યાંક સર્વરનો પ્રોબ્લેમ તો ક્યાંક અન્ય સમસ્યાને કારણે લોકોને આ માથાકુટમાંથી મુક્તિ નથી મળતી...જામનગર, દ્વારકા અને બોટાદમાં લોકોની લાઈનો જોઈ શકાય છે....લાગેલી આ લાઈનો અને લોકોને પડી રહેલી સમસ્યાને કારણે વિપક્ષ લાલઘૂમ થયું છે અને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. 

જામનગર જિલ્લામાંથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે...શહેરના ઝોનલ એક અને બેમાં છેલ્લા છ દિવસથી લોકો ધરમ ધક્કા ખાઈ રહ્યા છે.  પણ કોઈનું કામ થતું નથી...કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ લોકોને સરકારી કર્મચારીઓ તરફથી જવાબ મળે છે કે સર્વર ડાઉન છે...સર્વર ડાઉન નામના આ શબ્દથી લોકો એટલા કંટાળ્યા છે કે કેટલાક તો રાશન લેવું જ નથી તેમ કહીને નીકળી જાય છે.

તો સરકારી અધિકારીઓ પાસે પણ આ સર્વર ડાઉનનો જાણે કોઈ વિકલ્પ હોય તેમ લાગતું નથી...દર વખતે તેઓ પોતાનો એક જ સરકારી ગોખેલો જવાબ આપે છે કે ટેક્નિકલ ખામીને કારણે સેવામાં વિલંબ થઈ રહ્યો છે. પરંતુ ટૂંક સમયમાં આ સેવા પુનઃશરૂ થઈ જશે. 

તો જામનગર જેવી જ સ્થિતિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની છે...જ્યાં આધાર કાર્ડ અને રાશન કાર્ડમાં KYC કરાવવામાં લોકોને હાલાકી પડી રહી છે. 

વાત બોટાદ જિલ્લાની કરીએ તો ત્યાં પણ બે-બે દિવસથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે. ધક્કા ખાઈને પણ કામ તો નથી જ થતું....જેના કારણે લોકોમાં જોરદાર આક્રોષ જોવા મળી રહ્યો છે. 

તો એક તરફ લોકો હેરાન થઈ રહ્યા છે પરંતુ સરકારી બાબુ વ્યવસ્થા સુધારવાની જગ્યાએ લોકોને સલાહ આપી રહ્યા છે કે સહકાર આપો...મામલતદાર સાહેબ એવું કહી રહ્યા છે કે એક જગ્યાએ ભીડ ન કરો...અન્ય સ્થળે પણ KYCની કામગીરી ચાલુ હોવાથી ત્યાં જવું જોઈએ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news