વાસના સંતોષવા યુવકને વૃદ્ધે બ્લેકમેલ કર્યો, અમદાવાદની ચોંકાવનારી ઘટનામાં સૌથી મોટો ખુલાસો
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 16મી તારીખે દેવેન્દ્ર રાવત નામના સિનિયર સિટીઝનની હત્યા કરાયેલી લાશ તેના પરિવારને મળી આવી હતી. 15 દિવસમાં ત્રીજા સીનીયર સિટીઝનની હત્યા થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તાત્કાલિક આરોપીને પકડવા માટે ટીમ બનાવી હતી
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: સમલૈંગિક સંબંધમાં સજાતીય સંબંધ પહેલા કોણ બાંધે એ બાબતે તકરાર થતા હત્યા થઈ હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં ફેસબુક પર મિત્રતા કેળવી યુવાન સાથે સમલૈંગિક સંબંધ બાંધનાર વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે. વૃદ્ધ સતત યુવાન પાસે શારીરિક વાસના સંતોષવા બ્લેકમેલ કરતો હતો, તેનાથી કંટાળી યુવકે હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 16મી તારીખે દેવેન્દ્ર રાવત નામના સિનિયર સિટીઝનની હત્યા કરાયેલી લાશ તેના પરિવારને મળી આવી હતી. 15 દિવસમાં ત્રીજા સીનીયર સિટીઝનની હત્યા થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તાત્કાલિક આરોપીને પકડવા માટે ટીમ બનાવી હતી. જેમાં પોલીસને એક સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ એનાલિસિસથી ઉમંગ દરજી ઉર્ફે કાના નામના શખ્સની ધરપકડ કરી લીધી છે અને હત્યા અંગે પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. હત્યા પાછળનું કારણ જાણી પોલીસ પણ વિચારતી થઇ ગઈ હતી.
અમદાવાદીઓ સાવધાન! આ રોગચાળાએ ચિંતા વધારી, સિવિલ OPDમાં 3500 લોકો દાખલ
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સીનીયર સિટીઝન દેવેન્દ્ર રાવતની હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. મૃતક સીનીયર સીટીઝન દેવેન્દ્ર રાવત ફેસબુક મારફતે એક યુવક ઉમંગ દરજીના સંપર્કમાં બે વર્ષ પહેલા આવ્યા હતા. થોડા સમય બાદ બંને વચ્ચે સમલૈંગિક સંબંધ વિશે વાતો કરવા લાગ્યા હતાં. ત્યારબાદ બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. પરંતુ સજાતીય સબંધ બાંધવા માટે વૃદ્ધ સતત યુવક પર દબાણ કરતો હતો અને જો સજાતીય સંબંધ ન બાંધે તો મૃતક વૃદ્ધ બ્લેકમેલ કરવા લાગ્યો હતો. જેથી યુવક ઉમંગ દરજી ઉર્ફે કાનાએ કંટાળીને વૃદ્ધ દેવેન્દ્ર રાવતની હત્યા કરી નાખી હતી.
પોલીસે આ કેસમાં કુહામાં રહેતા ઉમંગ ઉર્ફે કાનો જશવંત દરજી (ઉ.વ.31)ની અટકાયત કરી અને એની પાસેથી વૃદ્ધની બાઈક મળી આવી હતી. જેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બે વર્ષ અગાઉ દેવેન્દ્ર રાવત સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. બંને ઘણા સમય ચેટ કરતા હતા. જેમાં બન્ને સમલૈંગિક વાતો કરવા લાગ્યા હતા. આ દરમિયાન બન્ને વચ્ચે સમલૈંગિક સંબંધો પણ બંધાયા હતા. જેમાં દેવેન્દ્ર ભાઈ ઉમંગને અનેક વખત સંબંધ બાંધવા માટે બોલાવતા પણ ઉમગ ના પડે તો તેના ઘરે આવીને બધું કહી દેશે કહીને બ્લેકમેલ કરતા હતા.
16મીએ ફરી દેવેન્દ્રભાઈ ઉમંગને ફોન કર્યો અને તેને સબંધ બાંધવા માટે બ્લેકમેલ કર્યો. જેથી ઉમગ દેવેન્દ્રને મળવા ગયો, જ્યાં બને વચ્ચે પ્રથમ સંબંધ કોણ બંધાશે તે બાબતે ઝગડો થયો હતો અને ઉંમગે દેવેન્દ્રભાઈના ગળા પર છરી મારી દીધી હતી. જે બનાવમાં દેવેન્દ્રભાઈ રાવતનું મોત નિપજયું હતું. ત્યારબાદ ઉમંગ દેવેન્દ્રભાઈ સોનાની ચેન વેચીને અમુક રકમ તેની ગર્લફ્રેન્ડ આપી દીધી હતી. જ્યારે બાઇકની નંબર પ્લેટ બદલી નાખી હતી. આ કેસમાં વધુ વિગતો મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે