Indian Railways એ શરૂ કરી પ્રથમ પોડ હોટલ, 999 રૂપિયામાં મળશે વૈભવી સુવિધાઓ

ભારતીય રેલવે (Indian Railways) એ મુસાફરોને શાનદાર ભેટ આપી છે અને આ કડીમાં મુંબઇ સેંટ્રલ સ્ટેશન (Mumbai Central Railway Station) પર પોતાની માફક પ્રથમ પોડ હોટલ (Pod Hotel) ખુલી ગઇ છે. 

Indian Railways એ શરૂ કરી પ્રથમ પોડ હોટલ, 999 રૂપિયામાં મળશે વૈભવી સુવિધાઓ

મુંબઇ: ભારતીય રેલવે (Indian Railways) એ મુસાફરોને શાનદાર ભેટ આપી છે અને આ કડીમાં મુંબઇ સેંટ્રલ સ્ટેશન (Mumbai Central Railway Station) પર પોતાની માફક પ્રથમ પોડ હોટલ (Pod Hotel) ખુલી ગઇ છે, જેમાં ભારતીય રેલવેના યાત્રી અને સામાન્ય લોકો પણ ખૂબ સસ્તામાં આધુનિક વિશ્રામ સુવિધાઓનો લાભ ઉઠાવી શકે છે. 

ફક્ત 999 રૂપિયા છે ભાડુ
પશ્વિમ રેલવે (ડબ્લ્યૂઆર) ના એક વરિષ્ઠ અધિકારીના અનુસાર આ પોડ હોટલમાં રોકાવવા માટે 12 કલાકના 999 રૂપિયા અને 24 કલાકના 1,999 રૂપિયા ચૂકવવા પડશે. આ હોટલમાં વાઇફાઇ, ટીવી, એક નાનું લોકર, દર્પણ અને રીડિંગ લાઇટ જેવી મોર્ડન સુવિધાઓ પુરી પાડવામાં આવશે. 

રેલવે સ્ટેશનના પ્રથમ માળ પર બનેલી પોડ હોટલ લગભગ ત્રણ હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે. તેમાં કેપ્સૂલની માફક દેખાતા 48 રૂમ છે જેને ક્લાસિક પોડ, પ્રાઇવેટ પોડ (Private Pods) પોડ્સ ફોર વૂમેન અને દિવ્યાંગો માટે વહેચવામાં આવ્યા છે. ક્લાસિક પોડની સંખ્યા 30 છે જ્યારે લેડીઝ માટે આવા 7 પોડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 10 પ્રાઇવેટ પોડ અને દિવ્યાંગો માટે એક પોડની સુવિધા આપવામાં આવી છે. 

— Ministry of Railways (@RailMinIndia) November 17, 2021

રાજ્ય મંત્રીએ કર્યું ઉદઘાટન
પોડ હોટલમાં ઘણા નાની પથારીવાળા કેપ્સૂલ (Capsule Rooms) હોય છે અને આ યાત્રીઓ (Passengers) ને રાતે રોકાવવા માટે ખૂબ વ્યાજબી જગ્યા આપે છે. ભારતીય રેલવેના પ્રથમ પોડ હોટલનું ઉદઘાટન કેંદ્રીય રેલવે રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવેએ દક્ષિણ મુંબઇના ચર્ચગેટ સ્ટેશન પરથી ડિજિટલ રીતે કરવામાં આવ્યું. મંત્રીએ વીડિયો લીંક દ્વારા ઘણા યાત્રીઓએ સુવિધાઓનું ઉદઘાટન કર્યું. 

— Ministry of Railways (@RailMinIndia) November 17, 2021

કાર્યક્રમમાં દાનવે કહ્યું કે મુસાફરોને પોડ કોન્સેપ્ટ હોટલમાં વ્યાજબી દરે રોકાવવાની સુવિધાઓ મળશે. પોડ હોટલને કેપ્સૂલ હોટલ પણ કહેવામાં આવે છે. તેમણે ચર્ચગેટ સ્ટેશન પર રેલવે લોક ફરિયાદ ઓફિસનું પણ ઉદઘાટન કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news