AHMEDABAD: ગુજરાતમાં ઓનર કિલિંગની ચોંકાવનારી ઘટના, યુવકના કટકા કરી કેનાલમાં ફેંકી દીધો

AHMEDABAD: ગુજરાતમાં ઓનર કિલિંગની ચોંકાવનારી ઘટના, યુવકના કટકા કરી કેનાલમાં ફેંકી દીધો

* શું ગુજરાતમાં પણ આવુ બની શકે ખરૂ?
* કિસ્સો વાંચીને તમારા રૂંવાડે રૂંવાડે આગ લાગી જશે
* ગુજરાતમાં ઓનરકિલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે

જાવેદ સૈયદ/અમદાવાદ : શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક યુવકને સગીરા સાથેનો પ્રેમ સબંધ ભારે પડી ગયો. સગીરા અને યુવક બંને ફરવા ગયા હતા. જેની જાણ સગીરાના પરિવારજનોને થતા જ સગીરાના પરિવારજનોએ યુવકનું અપહરણ કરી લીધું અને ફાગવેલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવકને  નાખી દીધો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. હાલ પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી જેમાં સાગરીના માતા પિતા, પિતરાઈ ભાઈ તથા સગીરના કાકાનો સમાવેશ થાય છે.

કૃષ્ણનગર પોલીસની ગિરફ્તમાં ઉભેલા ચારેય આરોપીઓ એક જ પરિવારના સભ્યો છે. તમામ આરોપીઓએ પોતાની દીકરી સાથે પ્રેમ સબંધ રાખનારા યુવક જીજ્ઞેશસિંહનું ઇકો ગાડીમાં અપહરણ કરી તેને કેનાલમાં નાખી દીધા હોવાની કબૂલાત આરોપીઓએ કરી છે. ઘટના સીસીટીવીમાં કેદ થતા આરોપીઓ તો ઝડપાયા પણ બીજી તરફ પોલીસ યુવકની શોધખોળ માટે એડી ચોંટીનું જોર લગાવી રહી છે.

પ્રેમ પ્રકરણમાં યુવક કે યુવતીની હત્યા કરાઈ હોય કે પછી અન્ય કોઈ રીતે નુકશાન પહોચાડ્યું હોય તેવા કિસ્સાઓ ગુજરાત બહારના રાજ્યોમાં બનતા હોવાની વાતો સામે આવતી રહી છે. પરંતુ કદાચ આવો કિસ્સો પહેલી વખત ગુજરાતમાં અને તેમાંય અમદાવાદ જેવા શહેરમાં બન્યો હશે કે જેમાં પ્રેમ કરનાર યુવકનું અપહરણ કરવામાં આવતું હોય અને તેનાથી પણ વધુ શરમજનક બાબત એ છે કે પ્રેમી યુવકને છોકરીના ઘરના સભ્યો જ મોતના ઘાટ ઉતારી નાખ્યો હોય.

મહત્વનું છે કે આવા કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો ગણી શકાય. તપાસમાં સામે આવ્યું છે કે લોકડાઉનની શરૂઆત દરમિયાન યુવક અને સગીરા એકબીજાના પ્રેમમાં પડયા હતા. કૃષ્ણનગર પોલીસે હાલ સગીરાના માતા પિતા છત્રસિંહ બીહોલા, વિભાબહેન અને દિલીપસિંહ તથા અજીતસિંહ સહીત ચારેય આરોપીઓ વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. જયારે બીજી તરફ પોલીસે પણ યુવકની ભાળ મેળવવા માટે થઈને કેનાલ ગોતાખોરો મારફતે રોજના બેથી અઢી કિલોમીટર સુધી તપાસ ચાલુ રખાઈ છે. પોલીસ માટે હવે યુવક અથવા તો યુવકની ડેડબોડી શોધવી રણ માં સોય શોધવા બરોબર થઇ રહેશે.ત્યારે આ ઘટના પાછળ માત્ર પ્રેમ પ્રકરણ જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તે બાબતે પણ તપાસ શરૂ છે. તો જ્યારે યુવકનો મૃતદેહ મળશે તો પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news