અમદાવાદ: સફલ બિલ્ડીંગમાં લાગી આગ, 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે

અમદાવાદ શહેરના પ્રહલાદ નગર રોડ પર આવેલા સફળ પ્રોપોટેડ બિલ્ડીગના 5મા માળે આગ લાગી છે. આગ લાગતાં 5 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. 

અમદાવાદ: સફલ બિલ્ડીંગમાં લાગી આગ, 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે

અમદાવાદ:અમદાવાદ શહેરના પ્રહલાદ નગર રોડ પર આવેલા સફળ પ્રોપોટેડ બિલ્ડીગના 5મા માળે આગ લાગી છે. આગ લાગતાં 5 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. જોકે આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગ ઘણા કર્મચારીઓ કામ કરે છે. આ બિલ્ડીંગ પ્રહલાદનગરના કોર્પોરેટ રોડ પર આવેલું છે. આ બિલ્ડીંગમાં અનેક ઓફિસો આવેલી છે. ગરમીના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. જોકે ફાયર બ્રિગેડનું માનવું છે એસીના ગેસના લીધે આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે હાલ સમગ્ર બિલ્ડીંગને ખાલી કરવામાં આવી છે અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news