ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, અમદાવાદમાં એકતરફી પ્રેમમાં યુવકે યુવતી પર એસિડ ફેંક્યું

છેલ્લા ઘણા સમયથી એક તરફી પ્રેમમાં પગાલ શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો. અને મહિલા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ મહિલા વાત ન કરતા અંતે ગુસ્સામાં એસિડ એટેક કર્યો

ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, અમદાવાદમાં એકતરફી પ્રેમમાં યુવકે યુવતી પર એસિડ ફેંક્યું

ઉદય રંજન/અમદાવાદ :ઘાટલોડિયામાં જાહેર રોડ પર મહિલા પર એસિડ એટેક કરનાર આરોપી પકડાયો છે. એકતરફી પ્રેમમાં પાગલ યુવક સાથે મહિલા વાત ન કરતા મહિલા પર એસિડ એટેક કર્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ પકડમાં રહેલ આરોપી શિવા ઉર્ફે સંજય નાયકે એકતરફી પ્રેમમાં મહિલા પર એસિડ એટેક કર્યો હતો. આરોપી શિવા નાયકે રવિવાર રાત્રે ઘાટલોડિયા ટેલિફોન એક્સચેન્જ રોડ પર 39 વર્ષીય મહિલા પર એસિડ એટેક કરી ફરાર થઈ ગયો હતો. જેમાં મહિલા શરીર પર એસિડ એટેક થતાં મોઢું અને છાતીનો 15 ટકા જેટલો ભાગ બળી ગયો છે. સ્થાનિક પોલીસ અને અલગ અલગ પોલીસ ટીમ આરોપી શોધી રહી હતી. તેવામાં વાડજ પોલીસની ટીમને માહિતી મળતા આરોપી શિવા નાયકની વાડજથી ધરપકડ કરાઈ છે. વાડજ પોલીસે આરોપીને  ઘાટલોડિયા પોલીસને સોંપ્યો છે. જો કે આરોપી શિવા નાયકની પુછપરછ કરતા એસિડ એટેક કરવાનું કારણ મહિલા વાતચીત ન કરતી હોવાથી ગુસ્સામાં આવી એસિડ એટેક કર્યો હોવાની કબૂલાત કરી છે. છેલ્લા ઘણા સમયથી એક તરફી પ્રેમમાં પગાલ શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો. અને મહિલા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ મહિલા વાત ન કરતા અંતે ગુસ્સામાં એસિડ એટેક કર્યો.

પકડાયેલ આરોપી શિવા નાયક પુછપરછ કરતા શાહપુરથી એસિડ લાવ્યો હોવાનું કબૂલાત કરી હતી. મહિલા વાતચીત ન કરતી હોવાથી ગુસ્સામાં આવી આ કૃત્ય કર્યુ હોવાનું પણ જણાવ્યું. એસિડ એટેક કર્યા પછી આરોપી શિવા અલગ અલગ વિસ્તારમાં છુપાતો ફરતો હતો. જો કે ધટનાની વાત કરીએ તો આજથી આઠ મહિના પહેલા લખુડી તળાવ પાસે સિનિયર સિટીઝનના ઘરે પીડિત મહિલા કેર ટેકર તરીકે કામ કરતી હતી. તેવામાં રીક્ષા ચાલક શિવા નાયક સાથે મહિલાનો પરિચિત થયો હતો. જ્યાં કામ કર્યા બાદ મહિલા શિવા નાયકની રિક્ષામાં ઘરે જતી હતી. ત્યાર બાદ શિવા અને મહિલા એકબીજા વાતચીત કરતા હતા. જે પછી શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો, જેથી મહિલાએ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ અચાનક રવિવાર રાત્રે મહિલાને શિવાએ રોકી વાત કરવાનું કહ્યું હતું. પણ મહિલા વાત કર્યા વગર જતી રહી હતી. બસ આ જ વાતને લઈ શિવા નાયક ગુસ્સો આવ્યો હતો. તેણે એસિડનો ડબ્બો લાવી શિવાએ જાહેર રોડ પર મહિલા પર એસિડ છાંટી ફરાર થઈ ગયો હતો.

આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ યુવરાજસિંહ વાઘેલાએ જણાવ્યુ કે, આરોપી શિવા નાયકની ઘાટલોડિયા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ કરશે. આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ગુના છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news