ઓનલાઇન જુગાર રમવાની લત અમદાવાદી યુવાનોને લૂંટ કરવા સુધી લઈ ગઈ
અમદાવાદના નિકોલમાં ફિલ્મી ઢબે થયેલ લૂંટ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી જ પોલીસની તપાસમાં આરોપી બનીને સામે આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 10 કિલો ચાંદી કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના નિકોલમાં ફિલ્મી ઢબે થયેલ લૂંટ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી જ પોલીસની તપાસમાં આરોપી બનીને સામે આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 10 કિલો ચાંદી કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે.
જ્વેલર્સના કર્મચારીએ રચ્યું આખુ નાટક
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંકેત ખટીક, નિલેશ ખટીક, સતીશ ઠાકોરની ધરપકડ કરી છે. ગત 16 ઓક્ટોબરના રોજ અમદવાદના નિકોલમાં આવેલ સત્યમ પ્લાઝા નજીક માણેક ચોકના અર્હમ જ્વેલર્સના કર્મચારી સંકેત ખટીક રાતના સમયે પસાર થઈ રહ્યા હતા. સંકેત ખટીકના આંખમાં મરચું નાખી એક એક્ટિવા પર સવાર ત્રણ શખ્સો તેમની પાસે રહેલી 10 કિલો ચાંદીની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ સમાચાર અમદાવાદ કન્ટ્રોલ રૂમમાં મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને અમદવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ફરિયાદીની પૂછપરછ કરી હતી. સાથે જ ટેક્નોલોજી અને સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ક્રાઇમ બ્રાન્ચને સંતોષકારક જવાબ ન મળતા ફરિયાદીની ઘનિષ્ઠ પૂછ પરછ કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો.
આ પણ વાંચો : ‘પિતા’ શબ્દને લજવતો વલસાડનો કિસ્સો, પત્ની બહાર જતા જ સાવકો પિતા દીકરીને પીંખી નાંખતો...
પોલીસ પૂછપરછમાં ભાંગી પડ્યો આરોપી
અર્હમ જવેલર્સના કર્મચારી સંકેત ખટીકની ભોગ બનનાર તરીકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પૂછપરછ કરી રહી હતી, ત્યારે સંકેત ખટીક પૂછપરછમાં ભાંગી પડ્યો હતો અને તેણે ગુનાની કબૂલાત કરી હતી. તેણે કબૂલ્યું કે આ લૂંટ એ એક તરકટ હતું. આ લૂંટમાં ખુદ પણ સામેલ છે અને તેના અન્ય ત્રણ મિત્રો પણ સંડોવાયેલા છે. અમદવાદ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછના આધારે અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેમની પાસે 10 કિલો ચાંદી પણ કબજે કરવામાં આવી છે.
આ પણ વાંચો : ‘ઘરનું ઘર’ લેવા નીકળેલા રસ્તા પર રગદોળાયા, વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા થઈ ધક્કામુક્કી
તમામ મિત્રોને હતી ઓનલાઈન જુગાર રમવાની આદત
ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંકેત ખટીક, નિલેશ ખટીક, સતીશ ઠાકોરની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ તમામ મિત્રો ઓનલાઇન જુગાર રમવાના આદતવાળા હતા. સાથે જ નશો કરવાની પણ ટેવ હતી. જેના કારણે દેવું થઇ જતા આ દેવું ચૂકવા માટે આ લૂંટનું તરકટ રચ્યું હતું. પણ આ તરકટ વધુ સમય ન ચાલ્યું અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓની પોલ ખોલી નાખી છે અને તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે