દવાના બહાને લોકડાઉનનો ભંગ કર્યો તો ખેર નથી, કેમિસ્ટ એસોસિએશને લીધો મોટો નિર્ણય

લોકડાઉનનો આજે 28મો દિવસ છે. લોકોને સતત ઘરમાં રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. જો કે લોકો શાકભાજી અને દવાના બહાના હેઠળ બહાર નિકળી જતા હોવાનું સામે આવ્યું છે. દવા અને જીવન જરૂરી વસ્તુઓ ખરીદવાના બહાને બહાર નિકળ્યાં હોવાથી પોલીસ કડક કાર્યવાહી પણ કરી શકતી નથી. તેવામાં કોઇ નક્કી સમય કરવામાં આવે તેવી માંગ લાંબા સમયથી ઉઠી રહી હતી.
દવાના બહાને લોકડાઉનનો ભંગ કર્યો તો ખેર નથી, કેમિસ્ટ એસોસિએશને લીધો મોટો નિર્ણય

અમદાવાદ : લોકડાઉનનો આજે 28મો દિવસ છે. લોકોને સતત ઘરમાં રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. જો કે લોકો શાકભાજી અને દવાના બહાના હેઠળ બહાર નિકળી જતા હોવાનું સામે આવ્યું છે. દવા અને જીવન જરૂરી વસ્તુઓ ખરીદવાના બહાને બહાર નિકળ્યાં હોવાથી પોલીસ કડક કાર્યવાહી પણ કરી શકતી નથી. તેવામાં કોઇ નક્કી સમય કરવામાં આવે તેવી માંગ લાંબા સમયથી ઉઠી રહી હતી.

દવાના બહાને બહાર નિકળતા લોકો માટે કેમિસ્ટ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. જ્યારે હોલસેલનાં વેપારીઓ સવારે 10થી સાંજે 3 વાગ્યા સુધી જ કાર્યરત રહેશે. તેવામાં હવે દવાના બહાને બહાર નહી નિકળી શકે. જેથી હવે પોલીસ પણ લોકડાઉનનું કડક પણે ચુસ્ત પાલન કરે તે જરૂરી બન્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાબતે હવે તંત્ર વધારે કડક થઇ રહ્યું છે. વેપારીઓને કોઇ એક ચોક્કસ સમય નક્કી કરવા માટે અપીલ કરી રહી છે. જેથી લોકો ખોટા બહાનાઓ હેઠળ બહાર ન નિકળી શકે. પોલીસ પણ પોતાની ફરજ સતત નિભાવી રહી છે. કેટલાક પોલીસ જવાનો તો પરિવારનાં ભોગે ફરજ બજાવી રહ્યા છે ત્યારે નાગરિકો ઘરમાં રહે તે જરૂરી બન્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news