તથ્ય પટેલના પિતાનો આ ઓડિયો સાંભળી 9 મૃતકોના પરિવારજનોનું લોહી ઉકળી જશે

Tathya Patel :  પ્રજ્ઞેશ પટેલની કથિત ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહી છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ કોઈની સાથે વાત કરી રહ્યો છે. દિકરાની કરતૂતનો પ્રજ્ઞેશ પટેલને કોઈ અફસોસ નથી તેવું સામે આવ્યું

તથ્ય પટેલના પિતાનો આ ઓડિયો સાંભળી 9 મૃતકોના પરિવારજનોનું લોહી ઉકળી જશે

ahmedabad iskcon bridge accident ઉદય રંજન/અમદાવાદ : પૈસાનો પાવર જ્યારે માથા પર ચઢે ત્યારે ભલભલો માણસ બદલાઈ જાય. ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આપણે અનેકવાર જોવા મળ્યું કે તથ્ય પટેલ અને તેના પિતાને અકસ્માતનો કોઈ અફસોસ નથી. કેસની તપાસ દરમિયાન બંનેનું સામાન્ય વર્તન જોઈને પોલીસ પણ ગોથે ચઢી હતી. તો બીજી તરફ, તથ્યની માતા નીલમ પણ તથ્યના કારનામાને સામાન્ય ગણાવી રહી છે. તો તથ્ય અને તેના પિતાના ચહેરા પર એક ટકાનો અફસોસ દેખાતો નથી. ત્યારે આ વચ્ચે તથ્ય પટેલના પિતાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ નફ્ફટાઈથી બોલી રહ્યો છે કે, 19-20 વર્ષના છોકરાથી આવુ તો ક્યારેય થઈ જાય, ટેન્શન નહિ લેવાનું.   

પ્રજ્ઞેશ પટેલની કથિત ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહી છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ કોઈની સાથે વાત કરી રહ્યો છે. દિકરાની કરતૂતનો પ્રજ્ઞેશ પટેલને કોઈ અફસોસ નથી તેવું સામે આવ્યું છે. આ ક્લિપમાં 9 લોકોનાં જીવ લેનાર દિકરાને પ્રજ્ઞેશ પટેલ છાવરી રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. જોકે, ઝી 24 કલાક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 28, 2023

 

પ્રજ્ઞેશ પટેલે ઓડિયોમાં શું કહ્યું...
'આજીવન કંઇ જ નહીં થાય, god bless બધાને, આવું તો ઠોકાય હવે, ગાડી તો ઠોકાય જ ને, 19-20 વર્ષના છોકરાઓ છે, કોઇક દિવસ થઇ જાય હવે, એમાં બહુ ટેન્શન નહીં કરવાનું, હવે એને માપમાં રાખવાના એ મારી રીતે હું રાખી દઇશ'

ઉલ્લેખનીય છે કે, એક નહિ, આવુ અનેકવાર જોવા મળ્યું કે તથ્ય પટેલ અને તેના પિતાને અકસ્માતનો કોઈ અફસોસ નથી. કેસની તપાસ દરમિયાન બંનેનું સામાન્ય વર્તન જોઈને પોલીસ પણ ગોથે ચઢી હતી. તો બીજી તરફ, તથ્યની માતા નીલમ પણ તથ્યના કારનામાને સામાન્ય ગણાવી રહી છે. તો તથ્ય અને તેના પિતાના ચહેરા પર એક ટકાનો અફસોસ દેખાતો નથી. તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ઘરપકડ કરવામાં આવી, ત્યારે તેમના ચહેરા પર જરા પણ ડર ન હતો. સાબરમતી જેલમાં ગયા બાદ પણ તેમના ચહેરા પર કોઈ અફસોસ દેખાતો ન હતો. નવ લોકોની હત્યા નિપજાવનાર અકસ્માત કેટલો ગંભીર હોઈ શકે તેનુ ભાન સુદ્ધા તેમને નથી. એકવાર તો તથ્યએ ગુસ્સામાં એવુ પણ કહી દીધું હતું કે, અકસ્માત થયા બાદ હવે હું શુ કરી શકું છું. થાકનો અકસ્માત થયો હોવાથી લોકો રસ્તા પર એકઠા થયા હતા, તો તેમાં મારો શું વાંક.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news