મ્યુનિસિપલ કોર્પોરેશન News

સ્કૂલ બોર્ડનું 687 કરોડનું બજેટ: બાળકોને સ્માર્ટ સ્કૂલમાં હાઇટેક એજ્યુકેશન
અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડનું (AMC) 2020-21 ના વર્ષનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીનાં શાસનાધિકારી એલ.ડી દેસાઇએ સ્કુલ બોર્ડની બેઠકમાં રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં હાઇટેક એજ્યુકેશન અને સ્માર્ટ સ્કુલનાં લક્ષ્યાંકો સાથેનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. આ બજેટ ગત્ત વર્ષની તુલનાએ 21 કરોડ રૂપિયા વધારીને 687.58 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. વર્ષ 2020-21 ના બજેટમાં વિદ્યાર્થીના વિકાસ અને શાળાના વિકાસ માટે 136 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં આ વર્ષે 20 નવી શાળાઓ બનાવવામાં આવશે. 10 હાઇટેક શાળાઓ તેમજ 25 સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવશે. 
Jan 9,2020, 23:44 PM IST

Trending news