માત્ર 15 હજારની પઠાણી ઉઘરાણી બની યુવકના મોતનું કારણ, સ્યુસાઈડ નોટથી થયો ચોંકાવનારો ખુલાસો

માત્ર 15 હજાર રૂપિયાની પઠાણી ઉઘરાણીથી પીછો છોડાવવા માટે એક યુવકે મોત વ્હાલું કરવું પડ્યું....જી હા વાત જેટલી સાચી છે, જેટલી જ સમાજ માટે જોખમી પણ છે.

માત્ર 15 હજારની પઠાણી ઉઘરાણી બની યુવકના મોતનું કારણ, સ્યુસાઈડ નોટથી થયો ચોંકાવનારો ખુલાસો

મૌલિક ધામેચા, અમદાવાદ: માત્ર 15 હજાર રૂપિયાની પઠાણી ઉઘરાણીથી પીછો છોડાવવા માટે એક યુવકે મોત વ્હાલું કરવું પડ્યું....જી હા વાત જેટલી સાચી છે, જેટલી જ સમાજ માટે જોખમી પણ છે. જો બનાવની વાત કરીએ તો આ બનાવ અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારનો છે કે જ્યાં યુવક પર તેના શેઠ દ્વારા પહલા 15 હજારની ચોરીનો આક્ષેપ મુકવામાં આવ્યો અને તે રૂપિયાની વસુલાત કરવા યુવક પર અસહ્ય ત્રાસ ગુજારવામાં આવ્યો. 2 મહિના સુધી અસહ્ય ત્રાસ સહન કર્યા બાદ રૂપિયાની વ્યવસ્થા ન થતા યુવક આત્મહત્યા કરવા મજબુર બન્યો. ત્યારે સવાલ એ છે કે શું યુવકના જીવની કિંમત માત્ર 15 હજાર  રૂપિયા જ હતી? 

No photo description available.

(સ્યુસાઈડ નોટ)

 બનાવની વિગત એવી છે કે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતો અને છુટક મજુરી કરતો યુવક વિશાલ સોની કે જેણે શુકવારે પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી. વિશાલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી પરંતુ તે પહેલા તેના મોત માટે જવાબદાર લોકોના નામે એક સ્યુસાઈડ નોટ પણ લખી. જેમાં ગણેશ વાસણ ભંડારના માલિક શાંતિલાલ અને તેમના પુત્ર નટવરનું નામ લખેલુ હતું. આ બંને પિતા પુત્રના કારણે વિશાલે આત્મહત્યા કરવી પડી.  

Image may contain: 1 person

(આરોપી)

આજથી બે મહિના પહેલા પિતા પુત્રએ વિશાલની વિરુધ્ધમાં 15 હજારની ચોરીની અરજી કરી હતી અને રૂપિયા પરત મેળવવા માટે પિતા પુત્ર અવાર નવાર ધમકી આપતા હતાં. આથી વિશાલે આત્મહત્યા કરવી પડી. આ  અંગે અમરાઈવાડી પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વિશાલ સોનીએ બે મહિના પહેલા વેપારીની દુકાનમાંથી ચોરી કરી 15 હજાર રૂપિયા લીધા હતા અને તે ચૂકવી આપવા માટે પોલીસ સમક્ષ બાંહેધરી પણ આપી હતી. પરંતુ બે મહિનાની મુદત પુરી થવા છતાં રૂપિયાની સગવડ થઈ ન હતી. ઉપરાંત વિશાલને ડર હતો કે શાંતિલાલ અને તેમનો પુત્ર નટવર તેમને વધુ મુદ્દત નહી માટે ઉઘરાણીના ત્રાસથી બચવા માટે યુવકે આત્મહત્યા કરવી પડી છે.

જુઓ LIVE TV

વિશાલે આત્મહત્યા કર્યા બાદ જ્યારે તેના પિતા ઘરે આવ્યા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે ઘરનો એક માત્ર પુત્ર અને કમાઉ દિકરો હવે રહ્યો ન હતો.  ત્યારે હવે ભરતભાઈ પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી રહ્યા છે. કારણ કે જે વેપારી માત્ર 15 હજાર જેવી રકમ માટે કોઈના ઘરના દિપકને બુજાવી દે તેની સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે. સાથે એક સવાલ પણ થઈ રહ્યો છે કે  શું એક યુવકનાં મોતની કિંમત માત્ર 15 હજાર રૂપિયા જ હતી  ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news