અમદાવાદ એરપોર્ટને મળ્યું દેશના સૌથી સર્વશ્રેષ્ઠ એરપોર્ટનું બિરુદ

આ સાથે પ્રવાસન ક્ષેત્રમાં પણ ગુજરાતનો ડંકો વાગ્યો છે. ગુજરાતને ત્રણ એવોર્ડ મળ્યા છે. 
 

અમદાવાદ એરપોર્ટને મળ્યું દેશના સૌથી સર્વશ્રેષ્ઠ એરપોર્ટનું બિરુદ

અમદાવાદઃ અમદાવાદના એરપોર્ટને દેશના સર્વશ્રેષ્ઠ એરપોર્ટ તરીકેનું  બિરુદ પ્રાપ્ત થયુ છે. ત્યારે અમદાવાદના એરપોર્ટને શ્રેષ્ઠ એરપોર્ટનું સન્માન મળતા ના માત્ર અમદાવાદીઓ પરંતુ ગુજરાતીઓ આ વાતનું ગૌરવ લઇ રહ્યા છે. દેવી અહલ્યા બાઈ હોલ્કર એરપોર્ટ એવોર્ડ હેઠળ એરપોર્ટ ઓથોરિટી ઈન્ડિયા દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અમદાવાદમાં એરપોર્ટની સાફ સફાઇ અને તેની સુવિધાઓને લઇ અમદાવાદ એરપોર્ટને શ્રેષ્ઠ એરપોર્ટ તરીકેનું સન્માન કરાયું છે. તેવો પેસેન્જરો દ્વારા મત વ્યકત કરવામાં આવ્યો હતો. અન્ય એરપોર્ટ કરતા અમદાવાદનું એરપોર્ટ વધારે સવલતવાળું અને વધારે સારુ છે તેવી પ્રતિક્રિયા બહારથી આવેલા મુસાફરો દ્વારા આપવામાં આવી હતી. ત્યારે અમદાવાદ એરપોર્ટને શ્રેષ્ઠ એરપોર્ટનું જે બિરુદ મળ્યું છે તે સન્માનની જાળવણી કરવાની જવાબદારી ના માત્ર એરપોર્ટ ઓથોરિટી પરંતુ ત્યા આવતા મુસાફરોની પણ તેટલી જ છે. 
 

— PIB India (@PIB_India) September 27, 2018

પ્રવાસન ક્ષેત્રમાં પણ ગુજરાતનો ડંકો
પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. સાપુતારાને બેસ્ટ સિવિક મેનેજમેન્ટ માટે એવોર્ડ મળ્યો છે. ત્યારે બેસ્ટ એરપોર્ટની કેટેગરીમાં અમદાવાદને પુરસ્કાર મળ્યો છે.તો બેસ્ટ હેરિટેજ સિટી માટે મધ્યપ્રદેશના માંડુ સાથે અમદાવાદને જોઇન્ટ પુરસ્કાર આપવામાં આવ્યો છે. પ્રવાસન પ્રધાન કે.જે.એલફોન્સે આ પુરસ્કાર ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારીઓને એનાયત કર્યા હતા. તો પ્રવાસન મંત્રાલય તરફથી ગુજરાતને પર્યટન પર્વ દરમિયાન બેસ્ટ પાર્ટીસીપેટીંગ રાજ્ય સરકારના પુરસ્કાર તરીકે સન્માનીત કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news