અમદાવાદના ઘાટલોડિયામાં અજાણ્યા શખસોએ મહિલા પર કર્યો એસિડ એટેક, હોસ્પિટલમાં ખસેડાઈ
મહિલા પર એસિડ એટેક કરીને શખ્સો ફરાર થયા હતા. આ ઘટના બાદ મહિલા બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો ભેગા થયા હતા. મહિલાને મોંઢા પર ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયામાં મહિલા પર એસિડ એટેકનો બનાવ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બાઇક પર આવેલા શખ્સોએ મહિલાના મોઢા પર એસિડ છાંટી ફરાર થયા હતા. આ ઘટના બાદ મહિલાને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના વિકસિત ગણાતા એરિયા ઘાટલોડિયા ટેલિફોન એક્સચેન્જ નજીકથી એક મહિલા પસાર થઈ રહી હતી. તે દરમિયાન બાઈક પર આવેલા શખ્સોએ એસિડ એટેક કર્યો હતો. મહિલા પર એસિડ એટેક કરીને શખ્સો ફરાર થયા હતા. આ ઘટના બાદ મહિલા બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો ભેગા થયા હતા. મહિલાને મોંઢા પર ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
હજુ સુધી મહિલા પર કયા કારણોસર એસિડ એટેક કરવામાં આવ્યો છે તેનું કારણ જાણવા મળ્યું નથી. હાલ તો પોલીસે ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે