આધેડ મહિલાએ પ્રેમને પામવા માટે પતિનું જ ઢીમ ઢાળી દીધું, ફિલ્મને ટક્કર મારે તેવી સ્ટોરી

શહેરના સરખેજ વિસ્તારમાં પ્રમોદ પટેલ હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચ મરનારની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે. પ્રેમ સંબંધમાં પ્રેમીએ 5 લાખ ની સોપારી આપી હત્યા કર્યા હોવાની વાત સામે આવી છે. પોલીસ ગિરફતમાં આવેલી આ મહિલા કિંજલ પટેલ છે. તેને પોતાના પ્રેમી અમરત સાથે મળી પોતાના જ પતિની હત્યાનો પ્લાન બનાવી દીધો છે. હત્યા માટે તેને અમરત સાથે મળી આ પ્લાનમાં અન્ય 2 લોકોને પણ સામેલ કરી લીધો હતો. 

આધેડ મહિલાએ પ્રેમને પામવા માટે પતિનું જ ઢીમ ઢાળી દીધું, ફિલ્મને ટક્કર મારે તેવી સ્ટોરી

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં પ્રમોદ પટેલ હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચ મરનારની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે. પ્રેમ સંબંધમાં પ્રેમીએ 5 લાખ ની સોપારી આપી હત્યા કર્યા હોવાની વાત સામે આવી છે. પોલીસ ગિરફતમાં આવેલી આ મહિલા કિંજલ પટેલ છે. તેને પોતાના પ્રેમી અમરત સાથે મળી પોતાના જ પતિની હત્યાનો પ્લાન બનાવી દીધો છે. હત્યા માટે તેને અમરત સાથે મળી આ પ્લાનમાં અન્ય 2 લોકોને પણ સામેલ કરી લીધો હતો. 

કિંજલ અને અમરત વચ્ચે પ્રેમ સંબન્ધ હતો. જેના કારણે પ્રમોદ અને કિંજલ વચ્ચે બબાલ થતી હતી. તે માટે હંમેશા માટે હટાવી દેવા માટે પ્રમોદ જી હત્યા કરી નાખી. મળતી માહિતી પ્રમાણે અમરતનો જૂનો મિત્ર સુરેશ જે રાજસ્થાનનો રહેવાસી છે અને તેને 5 લાખની સોપારી આપી હતી. પ્રમોદે ઘટનાના દિવસે પત્નીને જાણ કરી હતી કે તેને ઘરે આવતા વાર લાગશે અને એ વાત કિંજલે અમરતને કહી દીધી હતી.

ત્યાર બાદ અમરત પોતાના મિત્ર સુરેશ અને અન્ય એક વ્યક્તિને લઈ અમદાવાદ આવ્યો. જે પ્રમોદની રાહ જોઈ રહ્યાં હતાં. પ્રમોદ નોકરીથી ઘરે જવા નીકળ્યો ત્યારે ત્રણે આરોપીઓ ભેગા થઈને તેની હત્યા કરી ફરાર થઈ ગયા. ત્યારબાદ અમરતે કિંજલને કામ પતી ગયા હોવાની વાત કરી અને કિંજલે પ્લાન મુજબ પતિને ફોન કરવા લાગેલ. ત્યારબાદ પ્રમોદ ભાઈના સગાને ફોન કરી જણાવેલ કે પ્રમોદ ઘરે આવ્યા નથી. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે 2 લોકોની ધરપકડ કરી લીધી છે. ત્યારે સુરેશ અને અન્ય આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news