અમદાવાદ: ઓફિસમાં ઉઘરાણી બાબતે માથાકૂટ કરનારા 7 કિન્નરોની ધરપકડ

અમદાવાદના એસજી હાઇવે પર ઓફિસ ધરાવતા એક આર્કિટેક્ચરને શ્રધ્ધાના નામે ધંધો કરતા કિન્નરોનો કડવો અનુભવ થયો છે. આ યુવકે નવી ઓફિસ લેતા જ આ કિન્નરો તેના ત્યાં ગયા અને 30 હજાર બોનસ માંગ્યુ હતું. આમ યજમાનવૃત્તિના નામે અધધધ રૂપિયા પડાવનાર કિન્નરોને આ બિઝનેસમેનેના પાડતા તેને ઢોર માર માર્યો અને તોડફોડ શરૂ કરી દીધી હતી. જોકે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેથી પોલીસે ફૂટેજના આધારે 7 કિન્નરોની કરી ધરપકડ કરી છે.

અમદાવાદ: ઓફિસમાં ઉઘરાણી બાબતે માથાકૂટ કરનારા 7 કિન્નરોની ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના એસજી હાઇવે પર ઓફિસ ધરાવતા એક આર્કિટેક્ચરને શ્રધ્ધાના નામે ધંધો કરતા કિન્નરોનો કડવો અનુભવ થયો છે. આ યુવકે નવી ઓફિસ લેતા જ આ કિન્નરો તેના ત્યાં ગયા અને 30 હજાર બોનસ માંગ્યુ હતું. આમ યજમાનવૃત્તિના નામે અધધધ રૂપિયા પડાવનાર કિન્નરોને આ બિઝનેસમેનેના પાડતા તેને ઢોર માર માર્યો અને તોડફોડ શરૂ કરી દીધી હતી. જોકે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેથી પોલીસે ફૂટેજના આધારે 7 કિન્નરોની કરી ધરપકડ કરી છે.

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા વન વર્લ્ડ કેપિટલ કોમ્પલેક્ષના સાતમા માળે આકાશ ગોલાણી નામના યુવક આર્કિટેકની ઓફિસ ધરાવે છે. તેમણે ત્રણેક માસ પહેલા જ આ ઓફિસ લીધી હતી. જેને લઇને યજમાનવૃત્તિ માટે ત્રણથી ચાર વાર કિન્નરો આવ્યા હતા. 10થી 15 કિન્નરોની ટોળકી આવતી અને યજમાનવૃત્તિના 30 હજાર રૂપિયાની માંગ કરતી હતી. જો કે આકાશભાઇ તે લોકોને 1500 બે હજાર રૂપિયા આપવા તૈયાર હતા. પણ કિન્નરોની ટોળકી તો હઠ પકડીને બેઠી હતી કે, તેઓને 30 હજાર જોઇશે જ 3 જુનના રોજ આ ટોળકીએ આતંક મચાવ્યો જ્યારે આકાશ ભાઈએ 30 હજાર આપવાનીના પાડી હતી. આ ટોળકીએ આસપાસ પડેલા લાકડાના સાધનથી માર મારવાની કોશિષ કરી તોડફોડ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

અમદાવાદ: RTOમાંથી ખોટી રીતે લાયસન્સ બનાવી આપવાનું કૌભાંડ આવ્યું સામે

યજમાનવૃત્તિના નામે લૂંટ ચલાવતી કિન્નર ટોળકીના નામ

  1. સૈયદ અલી ઉર્ફે સમા દે સાયરા દે પવૈયા, રહે દિલ્હી ચકલા.
  2. કોમલ શ્રીમાણી ઉર્ફે કોમલ દે નીતુ દે, રહે દિલ્હી ચકલા
  3. તૌફિક હુસેન શેખ ઉર્ફે હિના દે સિલ્ક દે, રહે.. દિલ્હી ચકલા
  4. નરેશ ભીલ ઉર્ફે રાગીણી ખુશ્બૂ દે,  રહે દિલ્હી ચકલા
  5. ભાવેશ ભીલ ઉર્ફે ભાવિકા ખુશ્બૂ દે, રહે દિલ્હી ચકલા
  6. નેના ખુશ્બૂ દે, રહે દિલ્હી ચકલા
  7. હિતેશ પંચાલ ઉર્ફે આલિયા મુસ્કાન દે, રહે દિલ્હી ચકલા

જુઓ Live TV:- 

આ કિન્નરો યજમાનવૃત્તિ ને પોતાનો હક્ક સમજે છે પણ જે સીસીટીવી ફૂટેજમાં દેખાય છે. હાલ તો આ કિન્નરોને જેલના સળીયા પાછળ જવાનો વારો આવ્યો છે. મહત્વ નું છે કે, ભોગ બનનાર આકાશભાઇએ આ કિન્નરોને સબક શીખવાડવા પોલીસને જાણ કરી અને પોલીસે પણ આ કિન્નરો સામે ફરિયાદ નોંધી હતી. હાલમાં તો પોલીસે કિન્નરોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news