ગુજરાતમાં કૃષિ-પશુપાલન મંત્રીનો દાવો; '1 સપ્તાહમાં આ રોગ ફેલાવાની તીવ્રતા ઘટી જશે'

ગુજરાતમાં લમ્પી વાયરસ કાબૂમાં હોવાનો કૃષિ અને પશુપાલન મંત્રીનો દાવો કર્યો છે અને પશુપાલકોને સહેજ પણ ગભરાવવાની જરૂર ના હોવાની વાત કરી છે.

ગુજરાતમાં કૃષિ-પશુપાલન મંત્રીનો દાવો; '1 સપ્તાહમાં આ રોગ ફેલાવાની તીવ્રતા ઘટી જશે'

ઝી ન્યૂઝ/ગાંધીનગર: રાજયના 22 જિલ્લાઓમાં પશુઓમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડીસીઝના નિયંત્રણ માટે રાજય સરકાર સતત ચિતિંત બની છે અને સમયસર પગલાંઓ લઈ રહી છે. ત્યારે પશુપાલકો માટે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં લમ્પી વાયરસ કાબૂમાં હોવાનો કૃષિ અને પશુપાલન મંત્રીનો દાવો કર્યો છે અને પશુપાલકોને સહેજ પણ ગભરાવવાની જરૂર ના હોવાની વાત કરી છે. માત્ર સતર્ક રહી સહયોગ આપવાની જરૂરિયાત બતાવી છે. રાજયનું સમગ્ર વહીવટી તંત્ર સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા સુસજ્જ છે.

કૃષિ અને પશુપાલન મંત્રીએ આજે પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ મિડીયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ લમ્પી રોગ સંદર્ભે સતત મોનિટરીંગ કરીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમની સૂચનાનુસાર રાજયનું સમગ્ર વહીવટીતંત્ર ખડેપગે તૈનાત છે. એટલું જ નહીં, પશુઓને સારવાર સહિતની તમામ સુવિધાઓ સત્વરે પુરી પાડવા સંબંધિતોને સૂચનાઓ પણ આપી દેવાઈ છે.

ગુજરાતમાં શું દૂધની મોટી અછત વર્તાશે? 'લમ્પી' કાબૂમાં નહીં આવ્યો તો કદી ના  ભાળ્યા હોય તેવા દિવસો આવશે!

મંત્રીએ ઉમેર્યું કે, રાજપમાં હાલની સ્થિતિએ કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, વલસાડ વડોદરા, આણંદ અને ખેડા મળી કુલ 23 જિલ્લાના 3358 ગામોમાં ગાય ભેસ વર્ગના કુલ 76,154 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળ્યો છે અને તે પૈકી ૭૬,૧૫૪ અસરગ્રસ્ત પશુઓમાંથી 54,025 પશુઓ સાજા થયા છે અને અન્ય 19,271 પશુઓની ફોલોઅપ સારવાર હેઠળ છે. અત્યાર સુધી કુલ 2,858 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મોત થયેલ હોવાનું નોંધાયું છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 31.14 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવેલ છે અને 14.36 લાખ રસીનો જથ્થો ઉપલબ્ધ છે.

Lumpy virus disease symptoms what is lumpy virus know all deatil plrh | Lumpy  virus: क्या हैं लम्पी वायरस के लक्षण, मक्खी मच्छर और जूं से भी फैल सकती है  यह गंभीर

તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધી નોધાયેલ કેસમાં સૌથી વધુ ૩૮,૮૯૧ (૫૨%) કેસ કચ્છ જિલ્લામાં,બનાસકાંઠા જિલ્લામાં ૮,૧૮૬ (૧૧%) દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૭,૪૪૭ (૧૦%), જામનગર જિલ્લામાં ૬,૦૪૭ (૮%)  અને રાજકોટ જિલ્લામાં ૪,૩૫૯ (૬%) નોધાયા છે. આજે સવારે ૮.૦૦ કલાકે ૨૩ જીલ્લાઓ પૈકી ૧૨ જિલ્લાઓમાં કોઈપણ નવા કેસ નોંધાયો નથી. નવા નોંધાયેલ ૭૪૪ કેસ પૈકી સૌથી વધુ કેસ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં-૩૦૧ રાજકોટ જિલ્લામાં ૧૦૫, ભાવનગર જિલ્લામાં ૭૮, જામનગર જિલ્લામાં ૭૪, બનાસકાંઠા જિલ્લામાં ૬૫, કચ્છ જિલ્લામાં ૬૪,  બોટાદ જિલ્લામાં ૨૭, પોરબંદર જિલ્લામાં ૨૨, ગીરસોમનાથ જિલ્લામાં ૩, ખેડા જિલ્લામાં ૩ અને મહેસાણા જિલ્લામાં ૨ કેસ નોધાયેલ છે. જયારે ૨૩ જીલ્લાઓ પૈકી માત્ર ૮ જિલ્લાઓમાં કુલ ૭૬ પશુ મરણ નોંધાયેલ છે, જેમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ - ૪૭,  ભાવનગર જિલ્લામાં ૧૧, પોરબંદર જિલ્લામાં ૭, બોટાદ જિલ્લામાં ૫, જામનગર જિલ્લામાં ૨, ગીર સોમનાથ જિલ્લામાં ૨, દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં ૧ અને મોરબી જિલ્લામાં ૧ પશુ મેત્યું થયું છે. બાકીના ૧૫ જિલ્લાઓમાં એક પણ પશુનું મૃત્યું થયું નથી.

What is Lumpy skin disease, which has killed over 5,000 cattle heads in  Rajasthan? | India News | Zee News

મંત્રીએ જણાવ્યું છે કે,જામનગર જિલ્લામાં આ રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના જિલ્લાના ૦૨ તાલુકાઓમાં ૦૨ જેટલાં આઈસોલેશન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીએ ભૂજ આઈસોલેશન સેન્ટરની નિરીક્ષણ-મુલાકાત લઈ પશુધનને અપાઈ રહેલી સારવાર-સંભાળની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ વેકસીનેશન સેન્ટરની પણ મુલાકાત લઈને વેકસીન સ્ટોક, તેની સાચવણી વગેરેની માહિતી મેળવી હતી. ત્યારબાદ જિલ્લાના અધિકારીઓ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ અને ડેરીના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજી હતી અને તેમાં મુખ્યમંત્રીએ જિલ્લાના  પશુધનમાં આ લમ્પી સ્કિન ડીસીઝ વધુ ન ફેલાય તે માટે રોગ ફેલાવતા કીટકોના નિયંત્રણ માટેના પગલાં અને ઉપાયો  વધુ સઘન બનાવવા સૂચન કર્યું હતું. તેમણે મૃત પશુઓના વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તેની તકેદારી રાખવા જિલ્લાના અધિકારીઓને તાકીદ કરી હતી

રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમા સત્વરે સારવાર સહિતની સુવિધાઓ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી રહ્યા છે. રાજયના પશુપાલન મંત્રી રાધવજી પટેલ અને મુખ્ય સચિવ પંકજકુમાર દ્વારા પણ રોજબરોજ સતત મોનીટરીંગ કરીને સમીક્ષા પણ કરવામાં આવે છે.

Lumpy Skin Disease outbreak in Punjab: Over 400 cattle dead, 20,000  infected in a month | India News | Zee News

મંત્રીએ ઉમેર્યુ કે રાજયમાં લમ્પી રોગના નિયંત્રણ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુસર કામધેનુ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર નરેશ કેલાવાલાના અધ્યક્ષ સ્થાને સાત સભ્યોની રાજય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં સારવાર સંદર્ભે સતત ચાંપતી નજર રાખીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેથી કરીને રોગ વધુ પ્રસરે નહી.

Lumpy Virus: गाय-भैंस में मिला ये जानलेवा वायरस! क्या हैं लक्षण, कैसे फैल  रही है बीमारी, क्या हैं बचाव के तरीके?

પશુપાલન મંત્રીએ ઉમેર્યુ કે પશુપાલકોને આ રોગ સંદર્ભે સત્વરે માહિતી મળી રહે તે આશયથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર (SEOC) ખાતે રાજય કક્ષાનો કન્ટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયો છે. આ કન્ટ્રોલ રૂમનું સુપરવિઝન ફીશરીઝ કમિશ્નર નીતીન સાંગવાન દ્વારા કરવામાં આવી રહ્યુ છે. એટલું જ નહી, પશુપાલકોને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન ૧૯૬૨ શરૂ કરાયો છે. જેના દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે તેમ તેમણે ઉમેર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news