ZEE 24 KALAK ના અહેવાલ બાદ લાખો લોકોની સમસ્યાનો અંત આવ્યો, નાગરિકોએ કહ્યુ આભાર...

જિલ્લાના બીલીમોરા શહેરના સ્મશાન ભૂમી દર વર્ષે ચોમાસામાં અંબિકામાં પુરની સ્થિતિ બનતા સ્મશાન પાણીમાં ગરકાવ થતુ હતું. જેને કારણે ચોમાસાના પૂરના દિવસોમાં કોઈનું અવસાન થાય તો તેમના પરિવારજનોએ અંતિમ ક્રિયા માટે રાહ જોવી પડતી હતી. અથવા તો ટાયર પર મૃતદેહને મૂકીને સ્મશાનમાં અગ્નિદાહની ચોકી સુધી પહોંચવું પડતુ હતું. શહેરના એકમાત્ર સ્મશાન ગૃહની સ્થિતિને ધ્યાને રાખી બીલીમોરા નગર પાલિકા દ્વારા બીલીમોરા-અમલસાડને જોડતા અંબિકા નદીના પુલની બાજુમાંથી જ સ્મશાન ભૂમિમાં જઈ શકાય એનું આયોજન કર્યું હતું. 
ZEE 24 KALAK ના અહેવાલ બાદ લાખો લોકોની સમસ્યાનો અંત આવ્યો, નાગરિકોએ કહ્યુ આભાર...

નવસારી : જિલ્લાના બીલીમોરા શહેરના સ્મશાન ભૂમી દર વર્ષે ચોમાસામાં અંબિકામાં પુરની સ્થિતિ બનતા સ્મશાન પાણીમાં ગરકાવ થતુ હતું. જેને કારણે ચોમાસાના પૂરના દિવસોમાં કોઈનું અવસાન થાય તો તેમના પરિવારજનોએ અંતિમ ક્રિયા માટે રાહ જોવી પડતી હતી. અથવા તો ટાયર પર મૃતદેહને મૂકીને સ્મશાનમાં અગ્નિદાહની ચોકી સુધી પહોંચવું પડતુ હતું. શહેરના એકમાત્ર સ્મશાન ગૃહની સ્થિતિને ધ્યાને રાખી બીલીમોરા નગર પાલિકા દ્વારા બીલીમોરા-અમલસાડને જોડતા અંબિકા નદીના પુલની બાજુમાંથી જ સ્મશાન ભૂમિમાં જઈ શકાય એનું આયોજન કર્યું હતું. 

સ્મશાનમાં પુરાણ કર્યા બાદ બ્લોક પેવિંગ કરવાનું કામ 35 લાખના ખર્ચે હાથમાં લઈ ટેન્ડર પણ કરી દીધુ હતું. પરંતુ કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર ન આપતા કામ અટકી પડયું હતું. જે મુદ્દે બીલીમોરા પાલિકાના વિપક્ષી નગરસેવક મલંક કોલિયાએ આંદોલન કરી ચોમાસામાં પૂર્વે કામ પૂર્ણ ન કરવામાં આવે તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. બીલીમોરા શહેરના સ્મશાનની સમસ્યાને ZEE 24 કલાકે પણ ઉજાગર કરી હતી. જો કે પાલિકાને પ્રશ્નો કરતા પાલિકાએ તાત્કાલિક કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર આપી કામને ચોમાસા પૂર્વે પૂર્ણ કરાવ્યું હતુ. 

જેના પરિણામે આજે શહેરમાં એક વૃદ્ધનું અવસાન થતાં પરિવારજનો તેમના મૃતદેહને વિના તકલીફે સ્મશાન ભૂમિમાં લાવ્યા હતા અને અગ્નિદાહ આપી અંતિમ ક્રિયા આટોપી હતી. ઉલ્લેખનિય છે કે આજે પણ અંબિકામાં જળસ્તર વધતા બીલીમોરા સ્મશાન ભૂમિમાં કેળસમાં પાણી ભરાયા હતા. જ્યારે ભગવાનની પ્રતિમાઓ પણ પાણીમાં જોવા મળી હતી, પણ અંતિમ ક્રિયા માટે મુશ્કેલી નડી ન હતી. જેથી પાલિકાના વિપક્ષી સભ્યોએ ZEE 24 કલાકનો આભાર માન્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news