GUJARAT CORONA UPDATE: 546 નવા કેસ, 463 રિકવર થયા, એક પણ મોત નહી
Trending Photos
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના નવા 546 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 463 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 12,22,844 નાગરિકો હરાવી પણ ચુક્યાં છે. જો કે સતત વધી રહેલા કેસના કારણે રિકવરી રેટ ઘટીને 98.79 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 8,876 નાગરિકોને રસીના કુલ ડોઝ આપવામાં આવ્યા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 4129 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિક વેન્ટીલેટર પર છે. જ્યારે 4125 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 12,22,844 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10948 નાગરિકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. જો કે એક પ્રકારે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 18 વર્ષથી વધારેની ઉંમરના 147 નાગરિકોને રસીનો પ્રથમ અને 624 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 36 ને રસીનો પ્રથમ અને 159 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 7106 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા છે. 12-14 વર્ષના નાગરિકો પૈકી 521 ને રસીનો પ્રથમ અને 283 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 8,876 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,18,92,083 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે